દેવગઢ બારિયાના સેવા સેતુ કાર્યક્રમમાં સહભાગી બનતા રાજ્ય મંત્રીશ્રી બચુભાઇ ખાબડ
દાહોદ તા.૧૯
દેવગઢ બારીઆ નગરપાલિકા વિસ્તારનો પાંચમાં તબક્કાનો સેવા સેતુ યોજાયો હતો. જેમાં કુલ અરજી ૭૮૨ આવેલ. જે તમામ અરજી નો સ્થળ પર નિકાલ કરવામાં આવેલ છે.
રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડે આ વેળાએ જણાવ્યું કે, સેવા સેતુના કાર્યક્રમના કારણે છેવાડાના માનવીના પ્રશ્નોનું સરળતાથી નિરાકરણ આવે છે. લોકોને સરકારી કચેરીઓ સુધી ધક્કા ખાવા પડતા નથી. આ કાર્યક્રમ શરૂ કરવાની બાબત મુખ્યમંત્રીશ્રીની સંવેદનશીલતા દર્શાવે છે. વિધવા સહાય યોજનામાં દીકરાની ઉમર મર્યાદાના નિયમો રદ્દ કરવાના આવતા ગરીબોને ફાયદો થયો છે.
ગુજરાત અર્બન લાઈવલીહૂડ મિશન યોજના અંતર્ગત શહેરી આજીવિકા કેન્દ્ર દેવગઢ બારીઆ નગરપાલિકા ખાતે નોંધાયેલ જય અંબે સ્વસહાય જૂથની બહેનો દ્વારા ફરસાણનો ગૃહ ઉદ્યોગ શરુ કરવામાં આવેલ છે.
જેમાં વિવિધ પ્રકારના નાસ્તાઓ સ્વસહાય જૂથની બહેનો દ્વારા બનાવામાં આવે છે જે આજ રોજ યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં ફરસાણ ગૃહ ઉદ્યોગ સ્ટોલ લગાવામાં આવેલ જેની મુલાકાત રાજ્ય કક્ષા મંત્રીશ્રી બચુભાઈ એમ ખાબડ સાહેબ તેમજ પ્રાંત અધિકારીશ્રી સુથાર દ્વારા મુલાકાત લેવામાં આવી જેમાં શહેરી આજીવિકા કેન્દ્રના કોમ્યુનીટી ઓર્ગેનાઈઝરશ્રી રવિન્દ્રસિંહ કે રાઠોડ દ્વારા માન્ય મંત્રીશ્રી તેમજ નગર જનોને ગુજરાત અર્બન લાઈવલીહૂડ મિશન યોજનાની વિશદ માહિતી આપવામાં આવી હતી.