દાહોદ તાલુકાના રેટીંયા ગામે લુંટારૂનો આંતક : એક ઘરમાં ઘુસી પરિવારજનોને માર મારી કુલ રૂ.૪૫ હજારની સનસનાટી ભરી લુંટ ચલાવી લુંટારૂઓ ફરાર
દાહોદ તા.૨૧
દાહોદ તાલુકાના રેટીંયા ગામે રાત્રીના સમયે લાકડીઓ સાથે આવેલ અજાણ્યા લુંટારૂઓએ એક મકાનમાં ઘુસી જઈ ઘરના સદસ્યોને માર મારી ઈજાઓ પહોંચાડી સોના – ચાંદીના દાગી તથા રોકડા રૂપીયા મળી કુલ રૂ.૪૫,૫૦૦ની સનસનાટી ભરી લુંટ ચલાવી નાસી જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
દાહોદ તાલુકાના રેટીંયા ગામે ચોરા ફળિયામાં ગત તા.૨૦.૧૦.૨૦૧૯ના રોજ મધ્યરાત્રીના સમયે ફળિયામાં રહેતા મહેશભાઈ બાબુભાઈ બિલવાળના મકાનના દરવાજા તોડી ઘરમાં ૩ થી ૪ જેટલા અજાણ્યા ચોર લુંટારૂઓ હાથમાં લાકડીઓ સાથે પ્રવેશ કર્યાે હતો અને મહેશભાઈ બાબુભાઈ બિલવાળ તથા તેમના પરિવારજનોને બાનમાં લઈ લાકડીઓ વડે માર મારી શરીરે ઈજાઓ પહોચાડી હતી અને તિજારી તથા પેટી પલંગમાંથી સોના – ચાંદીના દાગી તથા રોકડા રૂપીયા મળી કુલ રૂ.૪૫,૫૦૦ની મત્તાની સનસનાટી લુંટ ચલાવી અજાણ્યા ચોર લુંટારૂઓ અંધારાનો લાભ લઈ નાસી જતાં આ સંબંધે મહેશભાઈ બાબુભાઈ બિલવાળે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.