મહેસાણાથી આર્મીમેન પાસેથી ઓનલાઈન બાઈકની ખરીદી કરી હતી : સંજેલી તાલુકાના નેનકી ગામનો યુવક ઓનલાઇન બાઇક ખરીદી કરતાં ઠગાયો

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૨૮

સંજેલી તાલુકાના નેનકી ગામના એક યુવાને ઓનલાઈન ઇન્સ્ટાગ્રામ પરથી બાઈક ખરીદી કરી હતી. બાઈકનો માલિક મહેસાણા આર્મીમેનમાં નોકરી કરતો હોવાની ઓળખ આપી ઓનલાઇન કરીદેલું કરેલું બાઈક તમને ઘર બેઠા જ મળી જશે તેવી લોભામણી લાલચ આપી હતી. ૩૨,૦૦૦ ઉપરાંતના રૂપિયા ગુગલ પે અને ફોન પેમાં પડાવી લઈ અને યુવકને બાઇક આપી ન હતી. અંતે ઠગાયો હોવાનું જણાતા સાઇબર ક્રાઇમમાં આ અંગેની જાણ કરવામાં આવી છે.
સંજેલી તાલુકાના નેનકી પાઠ ફળિયામાં રહેતા દિલીપભાઈ બાબુભાઈ ખાંટે ઓનલાઈન ય્ત્ન-૦૮-મ્ઇ-૪૮૩૦ દિલીપભાઈ કજાભાઈ પઢીયાર મહેસાણાના ઉચાસણ ગામની ૨૦૧૯ની હીરો એચએફ ડીલક્ષ કંપનીની ૨૨ હજાર રૂપિયાની બાઈકની ઓનલાઈન કિંમત નક્કી કરવામાં આવી હતી. ખરીદનાર યુવકના ૮૧૬૦૧૯૯૬૩૯ મોબાઇલ ફોન પર ૯૭૮૪૬૭૩૪૦૧થી મોબાઇલ દ્વારા કોન્ટેક્ટ કર્યો હતો. ત્યાર બાદ બાઇક વેચનાર આર્મી જવાન તરીકે નોકરી કરતો હોવાનું જણાવ્યું હતું.
ખરીદનાર યુવકના સોશિયલ મીડિયાના માધ્યમથી બાઈકના ફોટા તેમજ બાઈકની આરસીબુક અને પોતાનું આઇડેન્ટીકાર્ડ અને પોતાના આર્મીમેનના ફોટા અને વાહનના તમામ આરટીઓના કાગળ સહિતના પાર્સલ બુકિંગ સહિતનું વીડિયો અને ફોટા યુવકને મોકલી દીધા હતા. બાઈકની ૨૨ હજાર રૂપિયાની કિંમત નક્કી કરી હતી અને આ તમામ કિંમતની રકમ ઓનલાઈન ફોન પે તેમ જ ગુગલ ફોન પેના માધ્યમથી તેના ખાતામાં જમા કરાવી હતી.ત્યાર બાદ તેઓ દ્વારા અન્ય ચાર્જીસના કરી કુલ ટોટલ રકમ ૩૨,૧૫૫ ની રકમ લોભામણી બાઇકની લાલચ આપી અને રકમ પડાવી લીધી હતી.
યુવકે રકમ નાખ્યા બાદ પોતાની સાથે આ તમામ બાબતનું ફ્રોડ થયા હોવાનો એહસાસ થતાં બનાવ અંગેની જાણ ગામના જાગૃત નાગરિકને કરી હતી. આ મામલે તમામ વિગતો અને ખાતામાં ટ્રાન્સફર કરેલી રકમ સહિતની વિગતો સાઇબર ક્રાઈમને જણાવી હતી. આ ઘટના સંજેલી પંથકમાં ચર્ચાનો વિષય બની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!