ગરબાડા તાલુકાના મીનાક્યાર ગામેથી : દાહોદ એસ.ઓ.જી. પોલીસે રૂા. ૧.૩૮ લાખના પ્રોહી જથ્થા સાથે ચાલકની અટકાયત કરી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૮
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના મીનાક્યાર ગામે દાહોદ એસ.ઓ.જી. પોલીસે નાકાબંધી દરમ્યાન એક બોલેરો ફોર વ્હીલર ગાડીમાંથી પોલીસે બોલેરો ગાડીમાંથી રૂા. ૧,૩૮,૬૦૦ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા. ૩,૮૮,૬૦૦ના મુદ્દામાલ સાથે ચાલકની અટકાયત કરી અન્ય બે મળી કુલ ત્રણ ઈસમો વિરૂધ્ધ પોલીસે પ્રોહીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગત તા.૨૬મી નવેમ્બરના રોજ ગરબાડા તાલુકાના મીનાક્યાર ગામે દાહોદ એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમીના આધારે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક બોલેરો ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને બોલેરો ફોર વ્હીલર ગાડી નજીક આવતાંની સાથે તેને ચારેય તરફથી ઘેરી લઈ ગાડીમાં સવાર ચાલક નરસીંગભાઈ કચરાભાઈ મીનામા (રહે. નઢેલાવ, પટેલ ફળિયા) નાની અટકાયત કરી ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ દારૂ તથા બીયરની બોટલો નંગ. ૧૧૨૮ કિંમત રૂા. ૧,૩૮,૬૦૦ના પ્રોહી જથ્થા સાથે બોલેરો ગાડીની કિંમત મળી કુલ રૂા. ૩,૮૮,૬૦૦ના મુદ્દામાલ સાથે ઝડપાયેલ ચાલકની પુછપરછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો રોજાવાડાના ઠેકાના પરથી ભરી લાવ્યો હતો અને તેની સાથે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કાલીયાવાડ ગામે ખોબરા ફળિયામાં રહેતો મનુભાઈ ઉદેસિંહ રાઠોડનાઓની પણ સંડોવણી હોવાનું પોલીસ સમક્ષ કબુલાત કરતાં દાહોદ એસ.ઓ.જી. પોલીસે આ સંબંધે ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે પ્રોહીની ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

