દાહોદથી સીંગવડ તાલુકાના લાઈઝન અધિકારી શ્રી સરદારભાઈ ડામોરની અધ્યક્ષતામાં બ્લોક કક્ષાની વાર્તા સ્પર્ધા યોજવામાં આવી.
રમેશ પટેલ તાલુકો :- સીંગવડ
આજ રોજ તા.28/11/ના રોજ ડાયટ દાહોદથી સીંગવડ તાલુકાના લાઈઝન અધિકારી શ્રી સરદારભાઈ ડામોરની અધ્યક્ષતામાં બ્લોક કક્ષાની વાર્તા સ્પર્ધા યોજવામાં આવી.
આ સ્પર્ધાનું આયોજન તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી કે એલ ભરવાડ સાહેબ અને બી આર સી કો.ઓર્ડીનેટર શ્રી. સામજીભાઈ કામોળ દ્વારા કરવામાં આવ્યું…. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન સી આર સી કો. શ્રી, હિરેન ભાઈ પ્રજાપતિ, દ્વારા કરવામાં આવ્યું. તાલુકા શાળા આચાર્ય શ્રી નરવતભાઈ ભાભોર અને નરસિંહ ભગત આશ્રમશાળાના આચાર્યશ્રી અને સ્ટાફ દ્વારા જરૂરી સહયોગ આપવામાં આવ્યો… સીંગવડ તાલુકાના અગિયાર ક્લસ્ટરમાંથી સ્પર્ધાના ત્રણેય વિભાગમાં પ્રથમ ક્રમાંક મેળવેલ 33 વિધાર્થીઓઓએ ભાગ લીધો હતો… જેમાંથી ધોરણ 1-2ના વિભાગ 1માં માતાના પલ્લા શાળાની બારીયા જાનકીબેન મંગલભાઈ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો અને ધોરણ 3-5 વિભાગ 2માં ખૂંટા પ્રાથમિક શાળાના ભુરીયા જયદીપભાઈ મહેશભાઈએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો જ્યારે ધોરણ 6-8 વિભાગ 3માં ચૂંદડી પ્રાથમિક શાળાની બામણીયા વંશિકાબેન દિનેશભાઇ એ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો… ઉપસ્થિત સર્વે મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને આગળ જિલ્લાની સ્પર્ધા માટે શુભકામના પાઠવી હતી તેમજ ભાગ લેનાર સર્વે વિદ્યાર્થીઓને અને માર્ગદર્શક શિક્ષકશ્રીઓને અભિનંદન પાઠવ્યા હતા



