ગણતરી નાં દિવસો માં ધાડ તથા ઘરફોડ ચોરી નો ભેદ ઉકેલી આરોપી ઓ ને મુદ્દા માલ સાથે ઝડપી પાડતી લીમખેડા પોલીસ

રમેશ પટેલતાલુકો :-સીંગવડ

ગણતરી નાં દિવસો માં ધાડ તથા ઘરફોડ ચોરી નો ભેદ ઉકેલી આરોપી ઓ ને મુદ્દા માલ સાથે ઝડપી પાડતી લીમખેડા પોલીસ
મે. પંચમહાલ ગોધરા રેન્જ નાં નાયબ પોલીસ અધિકક્ષકશ્રી બલરામ મીણા સાહેબે ઘરફોડ,ચોરી તેમજ ધાડ ગુનેગારો ને પકડી પાડવા સૂચના આપેલ તે મુજબ નાયબ પોલીસ અધિકક્ષક શ્રી લીમખેડા વિભાગ ના માર્ગદર્શન મુજબ લીમખેડા પોલીસ સ્ટેશન ના શ્રી એસ. એમ ગામીત પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એન. પી સેલોત તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી યુ. ઓ ત્રિવેદી તથા લીમખેડા પોલીસ સ્ટાફ ના માણસો અલગ અલગ ટિમો બનાવી ગુનેગારો શોધી કાઢવા માટે સતત પ્રયત્નો કરેલ.જેમાં લીમખેડા પો. સ્ટે. એ. પાર્ટ ગુના રજી નં.11821035220449/2022 ઈ. પી. કો. કલમ -457,380,114 મુજબ ગુન્હાના કામે તથા (2) લીમખેડા પો. સ્ટે. એ પાર્ટ ગુ રજી. નંબર 11821035220453/2022 ઈ પી કો કમલ 395/397 ના ગુનેગારો ની તપાસ કરતા જગ્યા ની મુલાકાત અને નેટવર્ક ડેટા મેળવી આગળ વધતા આજ રોજ મુદ્દામાલ અને 8 આરોપી ઝડપી પડેલ છે.મળેલ મુદ્દામાલ. (1)ઓપ્પો કંપની નો મોબાઈલ કિંમત 4000. (2) સેમસંગ કંપની નો મોબાઈલ કિંમત 2500 (3) નોકિયા કંપની નો મોબાઈલ કિંમત 500 (4) ચાંદીના છડા નં 1 250 ગ્રામ કિંમત 15000 (5) ચાંદી નુ ભોરીયું નં 1 55 ગ્રામ કિંમત 2000(6) ચાંદી નુ ભોરીયું નં 1 કિંમત 15000 (7) ચાંદીનું મંગલસૂત્ર 1 8000 (8) કરિયાણા નુ સામાન 1000 (9) રોકડા 5000 કુલ મળી રકમ રૂપિયા 53000 તથા મોટરસાયકલ 1 નંગ કિંમત 35000.
પકડાયેલા આરોપીયો.
(1) વિનોદ રમેશ બારીયા રે.દાંતીયા
(2) અશ્વિન રામલાભાઈ ડામોર રે. કાંકરીડુંગરી
(3) પર્વત ગમીર બારીયા (કાળીયો )રે. અગારા
(4) અમેશ મણિલાલ તડવી રે અંબા
(5) પ્રકાશ વેચતા તડવી રે અંબા
(6) સુનિલ લાલુ રાવત અરે મોટા હાથીધરા
(7) નિતેશ દિનેશ નીનામા રે નીનામા ના ખાખરીયા
(8) જીગ્નેશ બળવંત નીનામા રે નીનામાના ખાખરીયા

કામગીરી કરના પોલીસ સ્ટાફ
(1) એ.એસ.આઈ અર્જુનભાઈ રમેશભાઈ
(2) એ.એસ.આઇ સંજયભાઈ મોતીભાઈ
(3) એ.એસ.આઇ મહેન્દ્રભાઈ અરવિંદભાઈ
(4) હે. કોસ્ટેબલ રાજેન્દ્રભાઈ નટવરસિંહ
(5) પોલીસ કોન્સ્ટેબલ પ્રતાપભાઈ માનજી
(6) પોલીસ કોન્સ્ટેબલ વિનોદભાઈ પ્રતાપભાઈ
(7) પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઈ જઉસિંગ
(8) પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઈ દી તાભાઈ
(9) પોલીસ કોન્સ્ટેબલ જગદીશ વીરસિંહ
(10) પોલીસ કોન્સ્ટેબલ ગણપત રામસિંહ
ઉપર મુજબના તમામ પોલીસ જવાનોએ સતત કોમ્બિંગ અને રેકી કરીને આ આરોપીઓને ઝડપી પાડેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!