બારીયા134 વિધાનસભા ના અપક્ષ ઉમેદવાર ને કોંગ્રેસના આગેવાનોએ કોંગ્રેસનો ખેસ પહેરાવીને પ્રચાર ચાલુ કરાવ્યો.

રિપોર્ટર . રમેશ પટેલ સિંગવડ.

દેવગઢ બારીયા વિધાનસભામાં એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન થતા એનસીપીના ઉમેદવારને ટિકિટ આપવામાં આવી હતી પરંતુ એનસીપીના ઉમેદવારે ફોર્મ ખેંચી લેતા એનસીપી અને કોંગ્રેસનો કોઈપણ ઉમેદવાર દેવગઢબારિયામાં ન હોવાથી કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ચિંતા હતી કે મત કોને આપો તેવા સંજોગોમાં અપક્ષ ઉમેદવાર ભીમસિંહભાઈ મગનભાઈ પટેલ તેમણે પણ કોંગ્રેસમાંથી ટિકિટ માંગી હતી પરંતુ એનસીપીને ફાળે ટિકિટ હોવાથી એનસીપીએ તેમના ઉમેદવારને ટિકિટ આપી હતી પરંતુ ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ જગદીશભાઈ ઠાકોર ની સુચનાથી દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને માજી ધારાસભ્ય શ્રી વજુભાઈ પણદા સાહેબ અને કોંગ્રેસના તમામ આગેવાનો મળી આજથી અપક્ષ ઉમેદવારને સંપૂર્ણપણે ટેકો આપી કોંગ્રેસના તમામ નેતાઓ સાથે રહી પ્રચાર કરી અને જીતાડવાનો પ્રયાસ કરશે તેમ વજુભાઇ પણદા જણાવવામાં આવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!