રક્તદાનની વણથંભી યાત્રામાં સૌના પ્રેરક બની રહ્યા છે ઝાલોદ ના રાષ્ટ્રપ્રેમી યુવાનો

રિપોટર- પંકજ પંડિત

આજ વર્ષમાં સતત પાંચમીવાર રક્તદાન કરતા ઝાલોદ નગર બજરંગદળ સંયોજક શ્રી દેવભાઈ પિઠાયા.

ઝાલોદ તા.૨૯/૧૧/૨૦૨૨
ઝાલોદ નગરની હોસ્પિટલમાં દાખલ ઝાલોદ તાલુકાના વરોડ ગામના એક દર્દીને તાત્કાલીક રક્તની જરુરિયાત ઉભી થતા ઝાલોદના રાષ્ટ્રપ્રેમી યુવાનો દ્વારા રક્તદાતા ગટ ચાલે છે તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. રક્ત દાન મહાદાનને વરેલા યુવાનોના આ ગૃપે અનેક વાર રક્તદાન કર્યુ છે ત્યારે આજરોજ આ દર્દી માટે થઈને ઝાલોદ નગરના સેવાભાવી યુવાન અને બજરંગદળ ઝાલોદ નગર સંયોજક એવા શ્રી દેવભાઈ પિઠાયાએ રક્તદાન કરી તુ મે એક રક્તની ભાવના મજબુત કરી સામાજિક સમરસતાનુ શ્રેષ્ઠ ઉદાહરણ પુરુ પાડ્યુ હતુ. અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો ખુબ જ જરુરી છે કે દેવ ભાઈએ આ જ વર્ષમાં પાંચમી વાર રક્તદાન કરી ચુક્યા છે. આજરોજ એમનો નેવુ દિવસનો ટાઈમ પિરિયડ પણ પુરો ન થયો હોવા છતા અને અન્ય દાતા પણ જે તે ગૃપમાંથી ન મળતા, કોઈના જીવનને બચાવવા નુ વધુ મહ્ત્વ છે તે ધ્યાનમા રાખી રક્તદાન કર્યુ. જે સૌ કોઈ વ્યક્તિ માટે પ્રેરણા સમાન છે. દાહોદ જીલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં રક્તદાન કરતા ગામડાના લોકો ડર અનુભવતા હોય છે તેમનો ડર દુર કરવા પણ વધુમા વધુ દર્દીઓના પરિચિત લોકો સબંધીઓ પણ રક્તદાન માટે આગળ આવે તે સમયની તાતી જરુરત છે. ઝાલોદના રક્તદાતા યુવા સમુહને અને દેવભાઈ પિઠાયાને ખુબ ખુબ ધન્યવાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!