દાહોદ જિલ્લાના ગરબાડા નગરમાં ગૃહ મંત્રી અમિત શાહે જંગી જન સભાને સંબોધન કર્યું
રિપોટર- નીલ ડોડીયાર ,જિગ્નેશ બારિયા
દાહોદ તા.૨૯
દાહોદ જિલ્લાના ગરબાડા નગરમાં ગૃહ મંત્રી અમિત શાહે જંગી જન સભાને સંબોધન કર્યું હતું. અમિત શાહે જંગી જન સભાને સંબોધી કહ્યું હતું કે, આ વખતે પંચાને નેવે મુકી કમળના બટનને મત આપજાે. પંચાને મત આપવાથી તમારો વિકાસ રૂંધાઈ ગયો છે માટે આ વખતે ભુલ ના કરતાં અને અમારા ઉમેદવારને જંગી મતોથી વિજય બનાવવા ગરબાડાના લોકોને અપીલ કરી હતી.
અમિત શાહે ગરબાડામાં જંગી મેદનીને સંબોધન સૌ પ્રથમ ગરબાડાના ભાઈઓ બેહેનોને નમન કર્યું હતું અને જણાવ્યું હતું કે, મોદી સાહેબે આદિવાસીઓની ભલાઈ માટે ઘણી યોજવનાઓ બનાવી છે, મોદી સાહેબે ૨૦૧૪માં વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે કહ્યુ ંહતું કે મારી સરકાર આદિવાસીઓની સરકાર છે, મારી સરકાર દલિતોની સરકાર છે. મોદી સાહેબ એજ રસ્તે સરકાર ચલાવી. ભગવાન બિરસામુંડાનો જન્મ દિવસ કાયમ માટે ઉજવાય તે માટે બિરસા મુંડાના જન્મ દિવસના ગૌરવ રૂપે માવવાનામાં આવ્યો છે. ૧૫ નવેમ્બરે બિરસામુંડાજીની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે. આદિવાસીઓનું તાલુકાના તાલુકા સન્માન કરવાનું કામ ભાજપે કર્યું છે. આદિવાસીના સ્વાતંત્ર સંગ્રામના સેનાનીઓએ પોતાનું જીવન આઝાદી માટે સમર્પિત કર્યું. ભાજપે ૨૦૦ કરોડ રૂપીયા આદિવાસી સમાજ પાછળ સમાજ પાછળ ખર્યા છે. કોંગ્રેસ જ્યારે રાજ કરતી હતી ત્યારે છેલ્લુ બજેટ આદિવાસીઓ માટે ફાળવતાં હતાં. મોદી સરકાર ૧ લાખ કરોડ રૂપીયા આદિવાસીઓ માટે ફાળવ્યાં, મોદી સરકારે આદિવાસીઓના અધિકાર આપ્યાં, આદિવાસી ગામોમાં વિકાસની શરૂં કરવામાં આવી. વન બંધુ કલ્યાણ યોજના ભાજપે બહાર પાડી. આદિવાસી ક્ષેત્ર, ગામ, આદિવાસી ક્ષેત્ર માટે આ યોજના બનાવી. રોજગાર, શિક્ષા, સ્વાસ્થ્ય, નિસાવ, વીજળી, પાણી ,રસ્તા, સિંચાઈ અને શહેરી વિકાસ ભાજપે કર્યાે છે. ગામે ગામે વીજળી પહોંચી, શાળાઓ ચાલુ થઈ, રોજગારી આપવામાં આવી. નવી આઈટીઆઈ બનાવવામાં આવી, ભાજપે આદિવાસીઓના વિકાસમાં મુળ પાયો નાંખવાની શરૂંઆત કરી. નવી શાળાઓ બનાવી, એક એક આદિવાસીઓને સ્કોલર્શીપ આપવામાં આવી, આદિવાસી ભાઈઓ બહેનોની જમીનો સહદો આપી, અનેક વિકાસના કામો ભાજપે કર્યાં છે.
આદિવાસી ગામોમાં ચોવીસ કલાક વિજળી પહોંચાડી તેની સાથે સાથે લગભગ નળ સે જળ કનેક્શન પચાસ ટકા આદિવાસી ઘરોમાં પહોંચાડ્યું છે. મોદીએ દિલ્હીથી રૂપીયા મોકલ્યાં ત્યારે આ કામ કર્યું. આદિવાસીઓ માટે બજેટ વધારવામાં આવ્યું. આદિવાસીઓને રોજગારી આપવામાં આવી, આ કોંગ્રેસ વર્ષાેથી રામ મંદિરનું કામ અટકવાની બેઠા હતા. મોદીએ રામ મંજિરનું ભુમી પુજન કર્યું. ગરબાડાના લોકો ૧ જાન્યુઆરીની ટીકીટ કરાવી લેજાે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બની જશે. નરેન્દ્ર મોદી દેશભરમાં સુરક્ષાનું કામ કર્યું. ગરબાડામાં દર વખતે તમે પંચાને જીતાડો છો જેનાથી તમારો વિકાસ રૂંધાઈ ગયો છે. એક વખત અમારા ઉમેદવારને જીતાડીને દેખાડો આખી સરકાર તમારા વિકાસની પાછળ પડી જશે. હું ખાતરી આપું છું કે ગરબાડાને નંબર બનાવી દેશું. આ વખતે ગદરબાડામાં મત આપવામાં ભુલ ના કરશો. અમારા ઉમેદવારને ભવ્ય મત આપી જીતાડજાે.