દાહોદ જિલ્લામાંથી પોલીસે બે સ્થળોએથી કુલ રૂા.૩.૬૨ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બે વાહનો કબજે કર્યાં
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૩૦
દાહોદ જિલ્લા પોલિસે ગતરોજ જુદી જુદી બે જગ્યાએથી રૂા. ૩.૬૨ લાખ ઉપરાંતની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે એક ફોરવ્હીલ ગાડી સહીત બે વાહનો પકડી પાડી રૂપિયા ૭,૮૨,૯૭૭ના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કર્યાનું તેમજ એક પોલિસને ચકમો આપી નાસી ગયાનું જાણવા મળ્યું છે.
દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએ પોલિસે પાડેલી પ્રોહી રેડ પૈકી એક પ્રોહી રેડ ઝાલોદ તાલુકાના ચાકલીયા ચેકપોસ્ટ પર પાડી હતી જેમાં ચાકલીયા પોલિસ સ્ટેશનના પી.એસ.આઈ જી.બી.ભરવાડ પોતાના સ્ટાફના પોલિસ કર્મીઓને સાથે રાખી ગતરોજ સવારે સાડા નવ વાગ્યાના સુમારે ચાકલીયા ચેકપોસ્ટ પર આવતા જતાં નાના-મોટા તમામ વાહનોનું ચેકીંગ કરી રહ્યા હતા તે દરમ્યાન ત્યાંથી પસાર થઈ રહેલ જીજે ૩૩ ટી-૨૭૬૦ નંબરની મહીન્દ્રા બોલેરો પીકપ ગાડી ચાલકે વાહન ચેકીંગમાં ઉભેલ ચાકલીયા પોલિસને જાેઈ લેતા તેના કબજાની બોલેરો પીકપ ગાડી રોડની સાઈડમાં ઉભી રાખી તે પોતે રોડની બાજુમાં આવેલ ઝાડી ઝાંખરા તથા જંગલ વિસ્તારની ઝાડીમાં સંતાઈ ગયો હતો જે ગાડી પોલિસે પકડી પાડી ગાડીની તલાસી લઈ ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ બેગ પાઈપર વ્હીસ્કીની પેટીઓ નંગ૧૦, તથા લંડન પ્રીમીયમ વ્હીસ્કીની પેટીઓ નંગ-૩૪ મળી રૂપિયા ૩,૧૬,૭૨૮ની કુલ કિંમતની કુલ બોટલ નંગ-૧૭૫૨ ભરેલ પેટીઓ નંગ-૪૪ પકડી પાડી સદર દારૂના જથ્થાની હેરાફેરીમાં ઉપયોગમાં લેવામાં આવેલ રૂા. ૪ લાખની કિંમતની મહિન્દ્રા પીકપ ગાડી મળી રૂા. ૭,૮૨,૯૭૭ નો મુદ્દામાલ પોલિસે કબજે લઈ ચાકલીયા પોલિસે આ મામલે મહિન્દ્રા બોલેરો પીકપ ગાડીના ચાલક વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે. જ્યારે દાહોદ જિલ્લામાં બીજી પ્રોહી રેડ ધાનપુરની કાકડખીલે ચેક પોસ્ટ નજીક પડી હતી જેમાં ધાનપુર પોલિસે ગતરોજ સાંજના સાડા પાંચ વાગ્યાના સુમારે કાકડખીલા ચેકપોસ્ટ પર વોચ ગોઠવી ત્યાંથી પસાર થઈ રહેલા નાના-મોટા તમામ વાહનો પર બાજ નજર રાખી રહી હતી. તે દરમ્યાન સરદારભાઈ પ્રતાપભાઈ મખોડ પોતાના કબજાની ડીસ્વર મોટર સાયકલ લઈ ત્યાંથી પસાર થતાં ફરજ પરની પોલિસને તેની હિલચાલ શંકાસ્પદ લાગતાં પોલિસે તેને પકડી તીને મોટર સાયકલ પરથી રૂા. ૪૬,૨૪૯ની કુલ કિંમતનો વિદેશી દારૂ-બીયરની બોટલ નંગ-૩૭૧ પકડી પાડી સદર દારૂની હેરાફેરીયમાં ઉપયોગમાં લેવાયેલ રૂા. ૨૦,૦૦૦ની કિંમતની ડીસ્કવર મોટર સાયકલ મળી કુલ રૂા. ૬૬,૨૪૯ નો મુદ્દામાલ પકડી પાડી કબજે લઈ મોટર સાયકલ ચાલક ડુમકા ગામના નાળા ફળિયાના સરદારભાઈ પ્રતાપભાઈ મખોડ વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.