કોંગ્રેસ પાર્ટી દ્વારા પાંચ વિધાનસભા શીટનાં ઉમેદવારો માટે સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે ઝાલોદમાં આવશે
રિપોટર પંકજ પંડિત – ઝાલોદ
કોંગ્રેસ પાર્ટી દ્વારા પાંચ વિધાનસભા શીટનાં ઉમેદવારો માટે સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે ૧.૧૨. ૨૦૨૨ ગુરુવાર સવારે – ૧૧.૦૦ કલાકે ઝાલોદમાં આવશે ઝાલોદ આઈ.ટી.આઈ ખાતે જાહેરસભાને લઈ તડામાર તૈયારીઓ મોટા પ્રમાણમાં માનવ મહેરામણ ઉમટવાની સંભાવના
ઝાલોદ આઈ.ટી.આઈ ખાતે કોંગ્રેસ પાર્ટીના મોટા ગણાતા સ્ટાર પ્રચારકો આવવાના હોઇ તડામાર તૈયારીયો ચાલી રહી છે. ચૂંટણી સભાને સફળ બનાવવા માટે કોંગ્રેસના સહુ કાર્યકર્તાઓ કામે લાગી ગયેલ જોવા મળી રહેલ છે. કાર્યકર્તાઓ ઉમેદવારોને સાંભળવા આવનાર જનમેદની માટે બેઠક વ્યવસ્થા માટે જોતરાઈ ગયેલ જોવા મળી રહેલ છે.
વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ સ્ટાર પ્રચારકો ચૂંટણી સભાઓ યોજી રહ્યા છે. મળતી માહિતી અનુસાર કોંગ્રેસ પાર્ટી દ્વારા ઝાલોદ, દાહોદ, ગરબાડા, લીમખેડા,ફતેપુરા જેવી પાંચ વિધાનસભાની સીટનાં ઉમેદવારોના ચૂંટણી માટે પ્રચાર કરવા માટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી ઝાલોદ નગરના આઈ.ટી.આઈ ખાતે આવી રહ્યા છે. પાંચ વિધાનસભા સીટનાં ઉમેદવારો માટેનો પ્રચાર હોઈ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટવાની સંભાવના છે . દરેક વિધાનસભા સીટના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે અહીંયાં આવવાની શક્યતા છે
કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ આવે છે અને સરકાર બનાવે છે નાં બેનર હેઠળ પ્રચાર કરી રહી છે.