ગરબાડા તાલુકાના ગાંગરડી રોડ ઉપર નળવાય નજીક બે બાઈકો વચ્ચે અકસ્માત સર્જાયો
રિપોટર – રાહુલ ગારી – ગરબાડા
ગરબાડા તાલુકાના ગાંગરડી રોડ ઉપર નળવાય નજીક બે બાઈકો વચ્ચે અકસ્માત સર્જાયો નળવાઈ માં એક મહિનામાં અકસ્માતની બીજી ઘટના
પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના ગાંગરડી રોડ ઉપર નળવાઇ નજીક બે બાઈકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બંને બાઈકો સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બંને બાઈક સવાર ઈસમો ને ઇજાઓ પહોંચી હતી અકસ્માતની જાણ થતા સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી અને સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી જેમાં સ્થાનિક પોલીસ અને સ્થાનિક લોકો દ્વારા ઈજાગ્રસ્તોને 108 મારફતે સારવાર દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાં પ્રાથમિક તબક્કે મળતી માહિતી મુજબ અકસ્માત એક ઇસમને માથાના ભાગે તેમજ એક ઇસમને આંખના ભાગે ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું
અને અકસ્માતમાં બંને બાઇકો ને નુકસાન થયું હતું