ફતેપુરા તાલુકાના શેરો ગામેથી પોલીસે કુલ રૂ. એક લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે બેની અટક
દાહોદ તા.૨૨
ફતેપુરા તાલુકાના શેરો ગામે પોલીસની નાકાબંધી દરમ્યાન એક ફોર વ્હીલર ગાડીમાંથી પોલીસે વિદેશી દારૂની બોટલા નંગ.૩૦૦ જેની કુલ કિંમત રૂ.૧૦૮૦૦૦ ના પ્રોહી જથ્થા સાથે બે જણાની અટક કર્યાનું જાણવા મળે છે.
હીરાસીંગ લક્ષ્મણસીંગ પટવા (રહે.અમદાવાદ) અને નિખીલ કનૈયાસિંહ બિસ્ટ(રાજપુત, રહે અમદાવાદ) નાઓ પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી લઈ ગત તા.૨૧.૧૦.૨૦૧૯ના રોજ ફતેપુરા તાલુકાના શેરો ગામેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે શેરો ગામે ચોક ખાતે નાકાબંધીમાં ઉભેલ પોલીસે આ ફોર વ્હીલર ગાડીને જાતા શંકા ગઈ હતી અને ગાડી ઉભી રખાવી ગાડીની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલો નંગ.૩૦૦ જેની કુલ કિંમત રૂ.૧૦૮૦૦૦ ના પ્રોહી જથ્થા સાથે ઉપરોક્ત બંન્ને ઈસમોની ફતેપુરા પોલીસે અટક કરી પ્રોહીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

