દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના આંબલીઝોઝ ગામેથી પોલીસે રૂા. ૫૦ હજારના વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ મોટરસાઈકલો કબજે કરી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૧
દેવગઢ બારીઆ તાલુકાના આંબલીઝોઝ ગામે જંગલવાળા રસ્તે ગોઠવેલ નાકાબંધી દરમ્યાન સાગટાળા પોલિસે રૂા. ૫૦ હજાર ઉપરાંતના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી ત્રણ મોટર સાયકલો સહીત રૂા. ૧,૨૦,૦૫૯નો મુદ્દામાલ કબજે લીધાનું જાણવા મળ્યું છે.
પ્રોહી અંગેની પોતાને મળેલ બાતમીના આધારે સાગટાળા પોલિસે મોડી રાતે આંબલી ઝોઝ જંગલવાળા રસ્તે નાકાબંધી કરી ત્યાંથી પસાર થતાં નાના મોટા તમામ વાહનો પર બાજ નજર રાખી ઉભી હતી તે દરમ્યાન પોલીસની નાકા બંધી જાેઈ દારૂનો જથ્થો લાદેલ મોટર સાયકલ તથા પાયલોટીંગ કરી રહેલી બે મોટર સાયકલો મળી કુલ ત્રણ મોટર સાયકલ ચાલકો પોતાના કબજાની મોટર સાયકલો ફેંકી નાસી ગયા હતા. પોલિસે રૂપિયા ૭૦,૦૦૦ની કુલ કિંમતની ત્રણ મોટર સાયકલો પોલિસે પકડી પાડી સાથે સાથે એક મોટર સાયકલ પર લાદેલ કંતાનના લગડામાંથી ભારતીય બનાવટની વિદેશી દારપૃની પેટીઓ તથા છુટ્ટી બોટલો વગેરે મળી કુલ રૂા. ૫૦,૦૫૯ ની કિંમતની બોટર નંગ૧૧૩ પકડી પાડી વિદેશી દારૂ તથા ત્રણ મોટર સાયકલો મળી રૂા. ૧,૨૦,૦૫૯નો મુદ્દામાલ કબજે લઈ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કઠીવાડા તાલુકાના નાની વડોઈ ગામના કુતરીયા ગુમજીભાઈ નાયક, તથા ત્રણ મોટર સાયકલોના ચાલકો સહીત ચાર જણા વિરૂધ્ધ સાગટાળા પોલિસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

