કામદારો/નોકરીયાતો સહિત કોઈપણ ધંધાર્થી મતદાન કરી શકે તે માટે સવેતન રજા
સિંધુ ઉદય
આ બાબતે કોઇ ફરીયાદ કરવા માંગતા હોય તો ફોન નં. ૦૨૬૭૩-૨૩૯૨૫૫ ઉપર કરી શકશે
૦૦૦
દાહોદ, તા. ૧ : ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી દાહોદ જિલ્લામાં તા.૦૫ ડિસેમ્બરના બીજા તબક્કામાં યોજાનાર છે. જેમાં કામદારો/નોકરીયાતો સહિત કોઈપણ ધંધાર્થી મતદાન કરી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશે.
મતાધિકાર ધરાવતી કોઈપણ વ્યક્તિ, કોઈપણ ધંધા- રોજગાર, ઔદ્યોગિક એકમો કે અન્ય કોઈપણ સંસ્થામાં નોકરી કરતાં હોય તો તેમને મતદાનના દિવસે સવેતન રજા આપવાની જોગવાઈ છે. રોજમદાર તરીકે કામ કરતાં કર્મચારી-કામદારોના કિસ્સામાં પણ જો તેની ફરજ પર હોય અને જે મહેનતાણું-પગાર મેળવતાં હોય તે મહેનતાણું-પગાર મતદાનના દિવસે મતદાન કરવાની રજા બદલ માલિક-નોકરીદાતાએ ચૂકવવાનું રહેશે.
ગુજરાત દુકાનો અને સંસ્થા અધિનિયમ ૧૯૪૮, કારખાના અધિનિયમ ૧૯૪૮, બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કસ એક્ટ ૧૯૯૬, કોન્ટાક્ટ્ર લેબર ૧૯૭૦ હેઠળ નોંધણી થયેલી સંસ્થા, સાઇટ પરના શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે એ માટે લોક પ્રતિનિધિત્વ ધારા ૧૯૫૧ ની કલમ ૧૩૫ બી મુજબ નોંધણી થયેલ સંસ્થા-સાઇટ પરના શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશે. આ જોગવાઇ અનુસાર જાહેર રજા કરવાને કારણે તેમના પગારમાંથી કોઇ કપાત કરી શકાશે નહીં.
આ જોગવાઇનો ભંગ કરનાર વિરૂદ્ધ કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરાશે. આ બાબતે કોઇ ફરીયાદ કરવા માંગતા હોય તો ફોન નં. ૦૨૬૭૩-૨૩૯૨૫૫ ઉપર કરી શકશે. તેમજ છાપરી ઝાલોદ રોડ સ્થિત સરકારી શ્રમ આયુક્તશ્રીની કચેરી, જિલ્લા સેવા સદન, બીજા માળે રૂમ નં. ૨૪૫ ખાતે સંપર્ક પણ કરી શકશે તેમ દાહોદનાં નોડલ અધિકારીશ્રી માઇગ્રેટરી ઇલેક્ટ્રસે જણાવ્યું છે.