દાહોદ જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે જિલ્લા મેજીસ્ટ્રેટ ડો. હર્ષિત ગોસાવીએ છ વિધાનસભા મતવિભાગમાં મતદાન પુરૂ થવાના સમય પહેલાના ૪૮ કલાક એટલે કે, તા. ૩-૧૨-૨૦૨૨ સાંજના ૫ વાગ્યાથી જાહેર સભાઓ તેમજ ચૂંટણી પ્રચાર ઉપર પ્રતિબંધ.

મતદાન પુરૂ થવાના ૪૮ કલાક પહેલા જાહેર સભાઓ-ચૂંટણી પ્રચાર ઉપર પ્રતિબંધ

સિંધુ ઉદય

દાહોદ, તા. ૧ : દાહોદ જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે જિલ્લા મેજીસ્ટ્રેટ ડો. હર્ષિત ગોસાવીએ છ વિધાનસભા મતવિભાગમાં મતદાન પુરૂ થવાના સમય પહેલાના ૪૮ કલાક એટલે કે, તા. ૩-૧૨-૨૦૨૨ સાંજના ૫ વાગ્યાથી જાહેર સભાઓ તેમજ ચૂંટણી પ્રચાર ઉપર પ્રતિબંધ મૂકયો છે.
દાહોદ જિલ્લામાં બહારથી ચૂંટણી પ્રચાર/સભા/સરઘસ વગેરે માટે આવેલા વ્યક્તિઓ કે જે આ વિસ્તારનાં મતદાર ન હોય તેઓએ દાહોદ જિલ્લો છોડી દેવાનો રહેશે. આ માટે પોલીસકર્મીઓ દ્વારા ઠેર ઠેર સઘન ચકાસણી કરાશે.
ચૂંટણી સબંધમાં કોઇ જાહેરસભા બોલાવશે નહીં, યોજશે નહીં, સંબોધન કરશે નહીં કે સરઘસ કાઢસે નહી કે લાઉડ સ્પીકર વગાડી શકશે નહી. સિનેમેટોગ્રાફ, ટેલીવિઝન, એલઇડી અથવા આવા અન્ય સાધનોની સહાયથી ચૂંટણી સામગ્રી જાહેરમાં પ્રદર્શિત કરશે નહીં કે પ્રચાર પ્રસાર કરી શકાશે નહી.
મતદાન વિસ્તારમાં જાહેર જનતાને આકર્ષવાની દ્રષ્ટિએ જાહેરમાં કોઇ સંગીતનો જલસો, થીએટરનો કાર્યક્રમ, કોઇ મનોરંજન કાર્યક્રમ યોજીને કે યોજવા માટેની વ્યવસ્થા કરી આપીને ચૂંટણી પ્રચાર કરશે નહીં કે ચૂંટણીના પરિણામ પર અસર કરે તેવા ઇરાદાવાળી કોઇ પ્રવૃતિ કરશે નહીં. તેમજ પાંચથી વધુ વ્યક્તિઓએ એકત્ર થવું નહીં. આ જાહેરનામું તા. ૩ થી તા. ૫ ડિસેમ્બરના રોજ મતદાન ન પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: