ઝાલોદ તાલુકાના સીમલખેડી ગામે બે મોટરસાઈકલો સામસામે ભટકાતાં એકનું મોત એક ઈજાગ્રસ્ત

દાહોદ તા.૨૨
ઝાલોદ તાલુકાના સીમલખેડી ગામે બે મોટરસાઈકલો સામસામે ભટકાતાં એક મોટરસાઈક પર સવાર બે પૈકી એકને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનુ સારવાર દરમ્યાન મોત નીપજ્યાનું જાણવા મળે છે.
ઝાલોદ તાલુકાના સીમલખેડી ગામે નીશાળ ફળિયામાં રહેતા સંકેશભાઈ તથા વિપુલભાઈ એમ બંન્ને જણા ગત તા.૨૦.૧૦.૨૦૧૯ના રોજ પોતાના કબજાની મોટરસાઈકલ લઈ સીમલખેડી ગામેથી હનુમાન મંદીર નજીકથી પસાર થઈ રહ્યા હતા તે સમયે સામેથી એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી સંકેશભાઈનાઓની મોટરસાઈકલને અડફેટમાં લઈ જાશભેર ટક્કર મારતાં સંકેશભાઈ અને વિપુલભાઈ બંન્ને જમીન પર પટકાયા હતા જેને પગલે બંન્નેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી જે પૈકી સકેશભાઈનું સારવાર દરમ્યાન મોત નીપજતાં આ સંબંધે ઝાલોદ તાલુકાના સીમલખેડી ગામે નીશાળ ફળિયામાં રહેતા સુરસીંગભાઈ ગોમાભાઈ કિશોરીએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: