ભારતીય મતદાતા મહાસંધના ગુજરાત રાજ્યના મહામંત્રી સુભાષ એલાની દ્વારા જિલ્લાના મતદાતાઓને મતદાન અવશ્ય કરવા અપીલ કરવામાં આવી
સિંધુ ઉદય
દાહોદ તા. 01
દાહોદ જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ છ વિધાનસભાના ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસાર માં ચલાવી રહ્યા છે ત્યારે આવા સમયે મતદારોમાં મતદાન કરવાની પહેલ સાથે ભારતીય મતદાતા મહાસંધ ગુજરાત રાજ્યના મહામંત્રી સુભાષ એલાની દ્વારા મતદાનના દિવસે દરેક મતદાતાઓ પોતાનો અમૂલ્ય મત આપી લોકતંત્રના આ તહેવાર સમા દિવસને ઉજવે તેવી અપીલ કરી હતી અને ભારતીય મતદાતા મહાસંધના ગુજરાત રાજ્યના મહામંત્રી સુભાષ એલાની દ્વારા દરેક નાગરિક પોતાનો અમૂલ્ય મત આપે તેવી દાહોદ જિલ્લાના મતદાતાઓને અપીલ કરવામાં આવી છે.