દાહોદ જિલ્લામાંથી વધુ ચારની પાસા હેઠળ ધરપકડ કરી જેલમાં મોકલી આપવામાં આવ્યાં

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૦૨

વિધાનસભાની ચુંટણી શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે અસામાજીક પ્રવૃતિઓમાં સંડોવાયેલા અને નાસતા ફરતાં ઈસમોને ઝડપી પાડવા માટે પોતાના ઉપર અધિકારીની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ એલસીબી પોલીસે લિસ્ટેડ બુટલેગર તેમજ અસામાજીક પ્રવૃતિ આચરતા ક્રુર વ્યક્તિઓની યાદી તૈયાર કરી તેમના વિરૂધ્ધ પાસા પ્રપોઝલ તૈયાર કરી દાહોદ જિલ્લા કલેક્ટર ર્ડાક્ટર હર્ષિત પી. ગોસાવીને મોકલી આપતાં જિલ્લા કલેક્ટર ધાનપુર, ચાકલીયા તેમજ ફતેપુરા પોલીસ સ્ટેશન વિસ્તાના પ્રોહી બુટલેગરો નિલેશભાઈ સામંતભાઈ વાખળા (રહે. લખણા ગોજીયા વાખળા ફળિયુ, તા. ધાનપુર, જિ.દાહોદ), રાજેશભાઈ મિક્લભાઈ બારીયા (રહે. રળીયાતીભુરા, તા. ઝાલોદ, જિ.દાહોદ), નારસિંગભાઈ વેલજીભાઈ વળવાઈ (રહે. કુપડા, તા.ફતેપુરા, જિ.દાહોદ) તેમજ ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘાતકીપણું આચરતાં ક્રુર વ્યક્તિ તરીકે સાહિલભાઈ સબુરભાઈ શેખ (રહે. ગરબાડા, ઘાંચીવાડ) ની પાસા પ્રપોઝલ ગ્રાહ્ય રાખી જિલ્લા કલેક્ટરે તે ચારેની પાસા હેઠળ ધરપકડ કરવાનું વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું હતું જે વોરંટની બજવણી માટે નીકળેલ દાહોદ એલસીબીના પીએસઆઈ તથા સ્ટાફના પોલીસ કર્મચારીઓની જુદી જુદી ટીમોએ ઉપરોક્ત ચારેયની ધરપકડ કરી લખણા ગોજીયા ગામના નિલેશભાઈ સામંતભાઈ વાખળાને જામનગર જિલ્લા જેલ ખાતે તથા રાજેશભાઈ નિક્લભાઈ બારીયા, નારસિંગભાઈ વેલજીભાઈ વળવાઈ તથા સાહિલભાઈ સબુરભાઈ શેખ એમ ત્રણેય જણાને જુનાગઢ જેલ ખાતે પોલીસ જાફ્તા સાથે સરકારી વાહનમાં મોકલી આપ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: