ખાસ ઓબ્ઝર્વર સુશ્રી રમ્યા મોહને મતદાન મથકો ખાતે દિવ્યાંગો-વૃદ્ધો માટે કરાયેલી વ્યવસ્થાનું કર્યુ નિરીક્ષણ
ખાસ ઓબ્ઝર્વર સુશ્રી રમ્યા મોહને મતદાન મથકો ખાતે દિવ્યાંગો-વૃદ્ધો માટે કરાયેલી વ્યવસ્થાનું કર્યુ નિરીક્ષણ
દાહોદ, તા. ૨ : ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત ચૂંટણી પંચ દ્વારા નિમાયેલા વિશેષ મતદારો (દિવ્યાંગ અને ૮૦ થી વધુ ઉંમરવાળા વૃદ્ધ) માટે મતદાન મથકે સગવડતાના ખાસ ઓબ્ઝર્વર સુશ્રી રમ્યા મોહને જિલ્લાના વિવિધ વિધાનસભા મત વિસ્તારના બુથોની મુલાકાત લઇને ઉપસ્થિત એઆરઓશ્રી, દિવ્યાંગોના નોડલ અધિકારીશ્રી, બીએલઓ સહિતના અધિકારીશ્રીઓને મતદાન મથક ખાતે દિવ્યાંગો માટે રેમ્પની વ્યવસ્થા, અલગ હરોળ તેમજ સીનીયર સીટીઝન માટે અલગ હરોળની વ્યવસ્થા માટે જરૂરી સૂચનો કર્યા હતા. તેમણે દાહોદ જિલ્લાની દિવ્યાંગ કલ્યાણ ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓનો સહયોગ લેવા પણ જણાવ્યું હતું. દિવ્યાંગો-વડીલો માટે કરાયેલી વ્યવસ્થા અંગે તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ વેળા આસી. નોડલ અધિકારી પીડબલ્યુડી શ્રી આર.પી. ખાંટા સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.




