ઝાલોદ તાલુકાના વરોડ ટોલનાકા ખાતે ટેલર ચાલકે ગેટ સાથે ટેલ ભટકાવતાં અંદાજે રૂ.૧ લાખ ઉપરાંતનું નુકસાન : એકને ઈજા
દાહોદ તા.૨૨
ઝાલોદ તાલુકાના વરોડ ટોલનાકા ખાતે એક ટેલરના ચાલકે પોતાના કબજાનું ટેલર પુરઝડપે અને ગફલત ભરી ભરી રીતે હંકારી લાવી ટોલનાકા ગેટ નંબર ૨ સાથે અથડાવી એકને ઈજાઓ પહોંચાડી અંદાજીત રૂ.૧,૩૦,૦૦૦ નુ નુકસાન કર્યાનું જાણવા મળે છે.
રાજસ્થાનના ચિત્તોડગઢ ખાતે રહેતા ટેલચ ચાલક પપ્પુભાઈ ભેરૂભાઈ ગુજ્જરે ગત તા.૨૦.૧૦.૨૦૧૯ ના રોજ પોતાના કબજાનું ટ્રેલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ઝાલોદ વરોડ ટોલ નાકા ગેટ નંબર ૨ ની સાથે અથડાવી સાગરભાઈ ખુમાનભાઈ ભાભોરને બંન્ને પગે ઈજાઓ પહોંચાડી અંદાજે રૂ.૧,૩૦,૦૦૦ નું નુકસાન કરતાં લીમડી પોલીસે તેની અટક કરી તેની વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.