નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દાહોદ માં મતદાન જાગૃતિ કાર્યક્રમ નું આયોજન કોલેજના આચાર્ય શ્રી ડો. બી.સી ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ શનિવારના રોજ કરવામાં આવ્યું

રિપોટર – નીલ ડોડીયાર

મતદાન જાગૃતિ કાર્યક્રમ

નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દાહોદ માં મતદાન જાગૃતિ કાર્યક્રમ નું આયોજન કોલેજના આચાર્ય શ્રી ડો. બી.સી ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ 03/12/2022 શનિવારના રોજ કરવામાં આવ્યું હતું.

જેમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ઈ.સી. મેમ્બર પ્રો. ગૌતમ સંગાડા સાહેબની અધ્યક્ષતા હેઠળ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ લોકશાહીના પર્વને ઉજવતા વિદ્યાર્થીઓ માટે મતદાન જાગૃતિ અંગે વિગતવાર માહિતી આપી હતી. આ કાર્યક્રમનું આયોજન ડો. ધવલ જોશી સાહેબે કરી વિદ્યાર્થીઓને અનેક પ્રકારના દાન વિષે માહિતી આપતા તેમાં મતદાનને મહત્વતા આપી હતી. કાયદાશાસ્ત્રના પ્રો. સુનીલ સલાણીયાએ મતદાન અધિકાર વિષય તથા એક વોટ નું શું મહત્વ છે તે અંગે વિદ્યાર્થીઓને ઊંડાણપૂર્વક સમજૂતી આપી હતી. આ કાર્યક્રમનું સંચાલન ડો. રાજેશ ભાભોરે કર્યું હતું જેમાં કોલેજનો સમગ્ર સ્ટાફ હાજર રહ્યો હતો. અંતે આ કાર્યક્રમની આભાર વિધિ પ્રાધ્યાપિકા પ્રો. મેઘના કંથારિયાએ કરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: