દેવગઢ બારીઆ તાલુકાના સાતકુંડા ગામે એક પરણિત યુવકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતાં ચકચાર

દાહોદ તા.૨૨
દેવગઢ બારીઆ તાલુકાના સાતકુંડા ગામે એક પરણિત યુવકનું બે માસ પહેલા માર્ગ અકસ્માત થતાં તેને થયેલ ઈજાઓને પગલે તેનાથી કોઈ કામકાજ થતું ન હોવાથી અને ઘરે બેસી રહેવા થતાં આ બાબત મનમાં લાગી આવતાં તેને ગામના એક ઝાડ સાથે દોરડુ બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પંથકમાં ચરચાર મચી જવા પામી છે.
દેવગઢ બારીઆ તાલુકાના સાતકુંડા ગામે મંદિર ફળિયામાં રહેતા દિલીપભાઈ રયલાભાઈ બારીયાને આજથી બે માસ અગાઉ માર્ગ અકસ્માત નડ્યો હતો અને અકસ્માતના પગલે તેમને શરીરે ઈજાઓ થતાં તેમનાથી કોઈ કામ ધંધો થતો ના હોય અને ઘરમાંજ બેસી રહેતા હતા જેથી તેમને મનમાં લાગી આવતાં અને પોતાની છોકરી અને પોતાનુ કંઈ રીતે પુરૂ કરશે તેવા વિચાર સાથે ગત તા.૨૦.૧૦.૨૦૧૯ ના રોજ દિલીપભાઈ રયલાભાઈ બારીયાએ સાતકુંડા ગામે ઝાડ સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા આ સંબંધે મૃતક દિલીપભાઈના પિતા રયલાભાઈ પ્રતાપભાઈ બારીયાએ આ ઘટનાની લેખિત જાણ સાગટાળા પોલીસ મથકે કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: