દાહોદ જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીમાં પોલીસની ઉત્કૃષ્ટ કામગીરી
નીલ ડોડીયાર દાહોદ
[20:08, 12/6/2022] Jignesh Bariya 1: મે.નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી,ચિરાગ કોરડીયા, IPS પંચમહાલ ગોધરા રેન્જ ગોધરાનાઓ તથા શ્રી.બલરામ મીણા, IPS પોલીસ અધિક્ષકશ્રી દાહોદનાઓની સીધી રાહબરી હેઠળ સુચના અને માર્ગદર્શન આધારે આગામી વિધાનસભા ચુંટણી-૨૦૨૨ મુક્ત ન્યાયી અને શાંતી તથા કોઇ રૂકાવટ વગર યોજાય તે માટે..
દાહોદ જીલ્લા પોલીસ ધ્વારા જીલ્લામાં ૦૧-એસ.પી, ૦૭-એ.એસ.પી/ડી.વાય.એસ.પી, ૧૨-પ્રો. આઇ.પી.એસ અધિકારીશ્રીઓ/૪૦-પી.એસ.આઇ તથા ૨૩૪૮-પોલીસ ફોર્સ, ૦૧-એસ.આર.પી કંપની, ૦૧ પ્લાટુન, ૧૬૨૮-હોમગાર્ડ, ૬૯૮-જી.આર.ડી, કેન્દ્રીય અર્ધ લશ્કરી દળોની -૫૭ કંપનીઓ તથા ૨૪૯- ગૃપ પેટ્રોલીંગ મોબાઇલ અને સેકટર પોલીસ મોબાઇલ તથા પોલીસ સ્ટેશનમાં ક્વિક રીસપોન્સ ટીમ મોબાઇલ ધ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીંગ વ્યવસ્થા રાખી લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવી તા.૦૫/૧૨/૨૦૨૨ ના રોજ યોજાયેલ ગુજરાત વિધાનસભા ચુંટણીનું મતદાન શાંતીમય અને સુરક્ષા સહિત યોજાય તે માટે ઉપર મુજબનો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ હતો જેના લીધે દાહોદ જીલ્લામાં ભુતકાળમાં ચુંટણીમાં ઘણા બનાવો બનતા હતા જેની સરખામણીએ આ વખતે ફક્ત ૦૧ ચુંટણી સબંધી ગુનો નોંધાયેલ છે તે સિવાય જીલ્લામાં કોઇ ગુનાઓ નોંધાયેલ નથી ચુંટણી પ્રક્રીયા શાંતીમય પૂર્ણ થયેલ છે.
ચુંટણી અગાઉ પ્રજામાં વિશ્વાસ અને સલામતીનું વાતાવરણ પેદા થાય તે માટે જીલ્લાના સંવેદનશીલ તથા તમામ વિસ્તારોમાં એરીયા ડોમીનેશન/ફ્લેગ માર્ચ કરી ચુંટણી શાંતીપૂર્ણ રીતે યોજાય તે માટે દાહોદ જીલ્લા પોલીસ ધ્વારા ઇન્ટર સ્ટેટ બોર્ડર ચેક પોસ્ટ તથા ઇન્ટ્રા ડીસ્ટ્રીક ચેક પોસ્ટો સતત ચાલુ રાખી વાહનચેકીંગ તથા અસામાજીક પ્રવૃતી ઉપર નિયંત્રણ માટે સતત કાર્યરત રહેલ છે.
દાહોદ જીલ્લો મધ્યપ્રદેશ અને રાજસ્થાનની બોર્ડરનો જીલ્લો હોય બોર્ડરના જીલ્લા અલીરાજપુર,ઝાબુઆ (મધ્યપ્રદેશ) તથા બાંસવાડા (રાજસ્થાન)ના અધિકારીશ્રી ઓ સાથે અવાર નવાર બોર્ડર મીટીંગો યોજી સંકલન કરી બોર્ડર નજીકના ગામોના હથિયાર પરવાનેદારનાઓના હથિયારો પણ જમાં લેવડાવવામાં આવેલ છે ઉપરાંત અસામાજીક તત્વો તથા ગેરકાયદેસર પ્રવૃતી કરતા ઇસમો ઉપર કેસો તથા અટકાયતી પગલા લેવામાં આવેલ છે. જેની વિગત નીચે મુજબ છે.
પ્રોહીબીશનમાં- જેમાં ગેરકાયદેસર પ્રોહીબીશનના કુલ કેસો- ૫૨૬, જેમાં ભારતીય બનાવટનો વિદેશીદારૂના કેસો-૧૪૧, જેમાં બોટલો નંગ-૩૪૨૮૨, કી.રૂ.૪૦,૪૩,૫૭૬/- અને ગુનાના કામે વપરાયેલ વાહન અને મોબાઇલ ફોનની કી.રૂ.૮,૨૬,૬૨૦/- તથા દેશી દારૂના કુલ- ૩૮૨, કેસો , ૧૬૦૪ લીટર જેની કીં.રૂ.– ૩૨,૦૮૦/-નો દેશી પ્રોહી મુદધામાલ પકડી પાડેલ.જેમાં કુલ પ્રોહી મુધ્દામાલ કી.રૂ.૪૯,૦૨,૨૭૬/- નો મુધ્દામાલ જપ્ત કરેલ છે.
જીલ્લામાં લાંબા સમયથી પેન્ડીંગ-૯૫૯ બિનજામીનલાયક વોરંટવાળા ઇસમો ની બજવણી કરવામાં આવેલ છે.
જીલ્લામાં લીધેલ હેડ વાઇઝ અટકાયતી પગલામાં સી.આર.પી.સી-૧૦૭ હેઠળ કુલ-૨૫૬૮ ઇસમો વિરૂધ્ધ અટકાયતી પગલા લીધેલ છે અને સી.આર.પી.સી-૧૫૧ હેઠળ કુલ-૨૨૮૦ અટકાયતી પગલા લીધેલ છે તથા સી.આર.પી.સી-૧૦૯ હેઠળ કુલ-૨૩૫ અટકાયતી પગલા લીધેલ છે તથા સી.આર.પી.સી-૧૧૦ હેઠળ કુલ-૫૬૧૯ અટકાયતી પગલા લીધેલ છે તથા ૨૫-તડીપાર અને પ્રોહી-૯૩ ના હેડ હેઠળ કુલ-૧૫૨૭ મળી કુલ- ૧૨૨૮૨ અટકાયતી પગલા લીધેલ છે.
જીલ્લામાં લાયસન્શ ધરાવતા હથિયારપરવાનેદારોના કુલ-૪૦૩૭ ના હથિયારો જમાં લેવામાં આવેલ છે.
જીલ્લાના/રાજય બહારના ઘણા સમયથી નાસતા ફરતા કુલ-૪૦ આરોપીઓને ઝડપી પાડી સારી કામગીરી કરેલ છે.
આવા અસામાજીક તત્વો વિરૂધ્ધ અસરકારક અટકાયતી પગલા લેવાની સારી કામગીરી દાહોદ જીલ્લા પોલીસે કરેલ છે.
ગુજરાત વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ અન્વયે દાહોદ જીલ્લાના સરહદે આવેલ રાજસ્થાન રાજ્યના બાંસવાડા જીલ્લામાં તથા મધ્યપ્રદેશ રાજ્યના ઝાબુઆ અને અલીરાજપુર જીલ્લાના અધિકારીશ્રીઓ સાથે સંકલન કરી નીચે મુજબની કામગીરી કરી/કરાવેલ છે.
રાજસ્થાન રાજયના બાંસવાડા જીલ્લામાં કરેલ કામગીરી
પ્રોહીબીશનના કેસો-૧૧૪, કી.રૂ.૧૬,૯૬,૫૦૦/-, ગેરકાયદેસર હથિયારધારા-૦૪, કુલ અટકાયતી પગલા-૫૬૭, બિનજામીનલાયક વોરંટો-૪૩૬, નાસતા ફરતા આરોપી પકડયા-૩૦૨ ઝડપી પાડી સારી કામગીરી કરેલ છે.
મધ્યપ્રદેશ રાજયના ઝાબુઆ જીલ્લામાં કરેલ કામગીરી
પ્રોહીબીશનના કેસો-૮૩૭, કી.રૂ.૪૨,૮૦,૦૦૦/-, કુલ અટકાયતી પગલા-૧૯૩૨, બિનજામીનલાયક વોરંટો-૯૮૬, નાર્કોટીકસ એકટના-૦૧, નાસતા ફરતા આરોપી પકડયા-૯૩ ઝડપી પાડી સારી કામગીરી કરેલ છે.
[20:09, 12/6/2022] Jignesh Bariya 1: દાહોદ જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીમાં પોલીસની ઉત્કૃષ્ટ કામગીરી