દાહોદની પોલીટેકનીક કોલેજ ખાતે ઇવીએમ સ્ટ્રોંગ રૂમની બહાર વગર નંબરની ગાડીઓના આટા ફેરાની માહિતી મળતા AAP અને કોંગ્રેસના કાર્યકર્તાઓ પોલિટેકનિક કોલેજ ખાતે દોડી આવ્યા
રિપોટર – જિગ્નેશ બારિયા
દાહોદની પોલીટેકનીક કોલેજ ખાતે ઇવીએમ સ્ટ્રોંગ રૂમની બહાર વગર નંબરની ગાડીઓના આટા ફેરાની માહિતી મળતા AAP અને કોંગ્રેસના કાર્યકર્તાઓ પોલિટેકનિક કોલેજ ખાતે દોડી આવ્યા
ગુજરાત વિધાનસભા 2022 નું ઇલેક્શન છે તે પતી ગયું છે 8મીએ પરિણામો જાહેર થશે ત્યારે મતદારોએ ઉમેદવારોના ભાવિ છે તે ઈવીએમ મશીનમાં સીલ કરી દીધા છે અને evm મશીનોને સ્ટ્રોગ રૂમ ખાતે મૂકવામાં આવ્યા છે અને સાથે જ પોલીસ તેમજ સુરક્ષા દળોના ચુસ્ત પહેરાની વચ્ચે એવીએમ મશીનોને રાખવામાં આવ્યા છે અને આજે રાત્રિના સમયે કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને એક મેસેજ વાયરલ થયો હતો જે મેસેજમાં એ લોકોના જણાવ્યા અનુસાર સ્ટ્રોંગ રૂમની અંદર વગર નંબરની ગાડીઓ અને વધુ લોકોની અવરજવર કરતા હોવાની માહિતી મળતા કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓ પોલિટેકનિક કોલેજ ખાતે દોડી આવ્યા હતા અને જણાવ્યું હતું કે ઇવીએમમાં ચેડા થાય તેવી સંભાવનાઓ તેમને લાગી હતી વાઇફાઇ કનેક્ટિવિટી ના કારણે પણ ચેડા થઈ શકે છે સ્ટ્રોંગ રૂમમાં જઈને પણ એવીએમ મશીન સાથે જ ચેડા કરી શકે તેવી માહિતીના આધારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઇવીએમ સ્ટ્રોંગ રૂમની બહાર પહેરો નાખીને બેઠા છે જોકે માનવામાં આવે એ ખોટી અફવાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને દિવસ રાત ચોકીદારી કરવાનો મોકો આપ્યો છે ત્યારે તેના સંદર્ભમાં હાજર પોલીસે તેમને જણાવ્યું હતું કે પોલિટેકનિક કોલેજ ખાતે અભ્યાસ કરતા એન્જિનિયરિંગ કોલેજના છોકરાઓ છે અને તેઓ લોકોની અવરજવરના કારણે આવી ખોટી માહિતી વાયરલ થઈ છે ત્યારે તેવી ખોટી માહિતીના કારણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને ઈવીએમ મશીનના સ્ટ્રોંગ રૂમની બહાર પહેરો નાખી અને ચોકીદારી કરવાનો મોકો મળ્યો છે ત્યારે હાજર પોલીસે પણ વિનંતી કરી છે કે આવી ખોટી અફવાઓથી દૂર રહેવું જોઈએ તેવી અપીલ પોલીસ દ્રારા પણ કરવામાં આવી છે