નવા બિલોદરા એક્સપ્રેસ વે અડર બ્રિજ પાસથી મહિલાની લાશ મળી.
નરેશ ગનવાણી બ્યુરો ચિફ નડિયાદ
નડિયાદના નવા બિલોદરા એક્સપ્રેસ હાઈવે રોડ નજીકથી એક અજાણી મહિલાની લાશ મળી આવી છે. મહિલાના બંને ગાલ પર ઈજા કરી ગળે દુપટ્ટાથી ટૂંપો દઈ કોઈએ તેની હત્યા કરી નાંખી હતી. ઉપરાંત મૃતક મહિલાની પાસે પગે ઈજાગ્રસ્ત હાલતમાં કણસતી ધ્રુસકે ધ્રુસકે રડતી પાંચ વર્ષની બાળકી પણ મળી આવી છે. જો કે મહિલા સાથે શું બન્યું, બાળકીની આવી હાલત કઈ રીતે થઈ, મહિલા કોણ છે તે સમગ્ર સવાલોના જવાબો પોલીસ તપાસ બાદ જ માલુમ પડશે તેમ પોલીસે જણાવ્યું છે.
નડિયાદ તાલુકાના નવા
બિલોદરા ગામની સીમ એક્સપ્રેસ વે નજીક એક મહિલાની લાશ પડી હોઈ અને એક બાળકી લાશ પાસે રડતી હોવાની ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યાં એક મહિલા મૃત હાલતમાં પડી હતી.
આશરે પાંચેક વર્ષની બાળકીને પગે ઈજા પહોંચી હોઈ પગમાં સોજો હોઈ કણસતી હાલતમાં માતાની પાસે પડી રડતી હતી. આ
અંગે નડિયાદ રૂરલ પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લીધો હતો.