દાહોદ જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ અંતર્ગત સરકારી ઇજનેરી કોલેજ ખાતે મતગણતરી : ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે યોજવા જિલ્લા ચૂંટણી તંત્ર સુસજ્જ

દાહોદ તા. ૭

દાહોદ જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ અંતર્ગત આવતીકાલે સરકારી ઇજનેરી કોલેજ ખાતે મતગણતરી યોજાવાની છે. ચુસ્ત ત્રિસ્તરીય પોલીસ બંદોબસ્ત સાથે સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે થાય એ માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સુચારૂ આયોજન કરાયું છે. મતગણતરી કેન્દ્ર ખાતે સવારે ૮ વાગેથી સંબધિત વિધાનસભા મતવિભાગ વાઇઝ નક્કી કરવામાં આવેલા મતગણતરી હોલમાંથી સંબધિત ચૂંટણી અધિકારી દ્વારા મતગણતરીનો પ્રારંભ કરાશે.
મતગણતરી કેન્દ્ર ખાતે સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણનાનો પ્રારંભ થશે. ત્યારબાદ ઈવીએમ સંબધિત ચૂંટણી અધિકારી દ્વારા રાઉન્ડ વાઇઝ લાવવામાં આવશે અને ગણતરી કરાશે. મતગણતરી પારદર્શક અને યોગ્ય રીતે યોજાઇ એ માટે વિધાનસભા દીઠ ૧૪ ટેબલો રાખવામાં આવ્યા છે. તેમજ દરેક વિધાનસભા દીઠ એક ઓબ્ઝવર્રશ્રી પણ ઉપસ્થિત રહેશે. દરેક ટેબલ દીઠ ૧ માઇક્રો ઓબ્ઝર્વરશ્રી, ૧ કાઉન્ટીંગ આસીસ્ટન્ટ તેમજ ૧ સુપરવાઇઝર ઉપસ્થિત રહેશે.
૧૨૯ ફતેપુરા વિધાનસભાના ૨૮૩ બુથ માટે ૨૧ રાઉન્ડમાં મતગણતરી કરાશે. જયારે ૧૩૦ ઝાલોદ વિધાનસભાના ૨૮૦ બુથ માટે ૨૦ રાઉન્ડ, ૧૩૧ લીમખેડા વિધાનસભાના ૨૫૬ બુથ માટે ૧૯ રાઉન્ડ, ૧૩૨ દાહોદ વિધાનસભાના ૨૬૯ બુથ માટે ૨૦ રાઉન્ડ, ૧૩૩ ગરબાડા વિધાનસભાના ૨૯૬ બુથ માટે ૨૨ રાઉન્ડ, ૧૩૪ દેવગઢ બારીયા વિધાનસભા બેઠકના ૨૭૫ બુથ માટે ૨૦ રાઉન્ડમાં મતગણતરી યોજાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: