દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆના પીપલોદ ગામે ૧૮ વર્ષીય વિદ્યાર્થીની ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું
રિપોર્ટર : ગગન સોની
દાહોદ.તા ૦૭
મૂળ પંચમહાલ જિલ્લાના મોરવા ગામની વતની અને હાલ દેવગઢ બારીયાના પીપલોદ ગામે ખાંડા ફળિયામાં રહેતી ૧૮ વર્ષીય વિદ્યાર્થીનીની મરજી વરૂધ્ધ પીપલોદ ગામના જ યુવાને દુષ્કર્મ આચરી આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાંખીશ તેમ કહી ધમકી આપ્યાનું જાણવા મળ્યું છે.
પીપલોદ ગામના ખાંડા ફળિયામાં રહેતા વિનોદભાઈ લાલાભાઈ વણકરે ગત તા. ૨૨મી ડિસેમ્બરના રોજ સવારે સાડા અગ્યાર વાગ્યાના સુમારે તેના જ ફળિયામાં રહેતી ૧૮ વર્ષીય વિદ્યાર્થીનીની મરજી વિરૂધ્ધ બળજબરી પૂર્વક શરીર સંભોગ કરી આ વાત કોઈને કરીશ તો તને જાનથી મારી નાંખીશ કરી જાનથી મારી નાંખવાની ધાકધમકી આપી હતી. આ સંબંધે શરીર સંભોગનો ભોગ બનેલી ૧૮ વર્ષીય વિદ્યાર્થીનીએ નોંધાવેલ ફરિયાદને આધારે પીપલોદ પોલીસે ગામના ખાંડા ફળિયામાં રહેતા વિનોદભાઈ લાલાભાઈ વણકર વિરૂધ્ધ બળાત્કારનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.