નડિયાદની આ.વી.પટેલ કોમર્સ કોલેજ માં ૬ વિધાનસભાની બેઠક ની સવારે ૮ વાગે મતગણતરી શરૂ થસે
નરેશ ગણવાણી બ્યૂરો ચીફ નડિયાદ
નડિયાદની આ.વી.પટેલ કોમર્સ કોલેજ માં ૬ વિધાનસભાની બેઠક ની સવારે ૮ વાગે મતગણતરી શરૂ થસે
ખેડા જિલામાં ૬ વિધાનસભા બેઠક માટે આવતીકાલે બંદોબસ્ત વચ્ચે સવારે ૮ વાગે નડિયાદ ખાતે આવેલી આઈ.વી. પટેલ કોમર્સ કોલેજમાં મત ગણતરી
હાથ ધરાશે. હાલ મત ગણતરી સ્થળ પોલીસ અને પેરામિલિટરી ફોર્સના ચાંપતા બંદોબસ્ત તહેનાત કરાયો છે. જિલ્લાની ૬ બેઠક માતર, નડિયાદ, મહેમદાવાદ, મહુધા, ઠાસરા અને કપડવંજ વિધાનસભા પર મુખ્ય પક્ષો અને અપક્ષ સહિત કુલ ૪૪ ઉમેદવારે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. દરેક વિધાનસભા દીઠ ૧૦ ટેબલો રહેશે ચૂંટણી તંત્રએ તૈયારીઓ પણ પૂર્ણ કરી દીધી છે. દરેક વિધાનસભા દીઠ ૧૦ ટેબલો રહેશે. જેના પર આ મત ગણતરી હાથ ધરાશે. આ દરેક ટેબલ પર ત્રણ કર્મચારી જેમાં એક માઇક્રો સુપરવાઇઝર, એક ઓબ્ઝર્વર અને એક આસિસ્ટન્ટ હાજર રહેશે. પોસ્ટલ બેલેટ
માટે દરેક વિધાનસભા દીઠ એક ટેબલમાં પણ ત્રણ-ત્રણ કર્મચારી હાજર રહેશે. કુલ કર્મચારી ૨૦૦ થી વધારે ખડેપગે રહેશે.


