દાહોદ તાલુકાના નગરાળા ગામે મોટરસાઈકલ પર સવાર બે લુંટાયા
દાહોદ તા.૧
દાહોદ તાલુકાના નગરાળા ગામે ત્રણ જેટલા ઈસમોએ એક મોટરસાઈકલ પર સવાર બે વ્યÂક્તઓની મોટરસાઈકલને આંતરી બંન્ને રોકી લાકડી વડે માર મારી તેઓએ પહેરી રાખેલ સોના તેમજ ચાંદીના દાગીના વિગેરે મળી કુલ રૂ.૩૨,૦૦૦ની મત્તાની લુંટ ચલાવી નાસી જતા ફરિયાદ નોંધાવા પામી છે.
દાહોદ તાલુકાના મોટી ખરજ ગામે કટારા ફળિયામાં રહેતા સોહનભાઈ કાજુભાઈ મીનામા તથા વિશાલભાઈ એમ બંન્ને જણા ગત તા.૨૮.૧૦.૨૦૧૯ના રોજ પોતાના કબજાની એક મોટરસાઈકલ લઈ દાહોદ તાલુકાના નગરાળા ગામેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે દાહોદ તાલુકાના નગરાળા ગામે જ રહેતા શૈલેષભાઈ રાજુભાઈ માવી, અનિલભાઈ ભુરજીભાઈ માવી તથા બીજા એક અજાણ્યો ઈસમ એમ ત્રણ જણા પોતાની મોટરસાઈકલ પર સવાર થઈ આવ્યા હતા અને સોહનભાઈની મોટરસાઈકલને ઓવર ટેક કરી તેઓને ઉભા રાખી લાકડી વડે સોહનભાઈ તથા વિશાલભાઈને માર મારી ઈજાઓ પહોંચાડી હતી અને રોકડા રૂપીયા ૧૫,૦૦૦, હાથમાં પહેરેલ ચાંદીના ભોરીયા હાથમાં પહેરેલ ચાંદીના અંગુઠા, મોબાઈલ ફોન વિગેરે મળી કુલ રૂ.૩૨,૦૦૦ ની મત્તાની લુંટ ચલાવી ઉપરોક્ત ત્રણેય જણા નાસી ગયા હતા.
આ સંબંધે લુંટનો ભોગ બનેલ સોહનભાઈ કાજુભાઈ મીનામાએ દાહોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.