દાહોદની સરકારી ઇજનેરી કોલેજ ખાતે મતગણતરી હોય ટ્રાંફિક ડાયવર્ઝન
સિંધુ ઉદય
ઝાલોદ રોડ બાયપાસ ખરોડ ચોકડીથી આઈ.ટી.આઈ સુધી મોટા વાહનો પર પ્રતિબંધ રહેશે
દાહોદ જિલ્લા મેજિસ્ટ્રેટ ડો. હર્ષિત ગોસાવીએ વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ ની મત ગણતરી આવતી કાલે સરકારી ઇજનેરી કોલેજ ખાતે હોય મત ગણતરી સ્થળની સામે દાહોદ-ઝાલોદ ૧૧૩ નેશનલ હાઇવે ઉપરથી પસાર થતાં વાહનોને સવારના ૬ વાગેથી મતગણતરી પુર્ણ ન થાય ત્યાં સુધી આ મુજબનું ડાયવર્ઝન અપાયું છે.
લીમડી થી દાહોદ તરફ આવતા વાહનો ખરોડ બાયપાસ થી કાળીગામ, સતી તોરલ હોટલ ચોકડી, રાબડાળ ચોકડી થઈ દાહોદ આવશે.
દાહોદથી લીમડી તરફ જતા વાહનો રાબડાળ ચોકડી થઇ સતી તોરલ ચોકડી કાળીગામ થઇ ખરોડ બાયપાસથી લીમડી તરફ જશે.
જિલ્લા સેવા સદન તેમજ કોર્ટમાં જનાર કર્મચારીઓ તેમના વાહનો રામા હોટલથી ઉકરડી રોડ લક્ષ્મી પાર્ક સોસાયટી ઉસરવાણ ચોસલા રોડ તરફ થઈને અથવા રાબડાળ ચોકડી થઈ સતી તોરલ હોટલ ચોકડી કાળીગામ થઇ ખરોડ બાયપાસથી જઇ શકશે.
ઝાલોદ રોડ બાયપાસ ખરોડ ચોકડીથી આઈ.ટી.આઈ સુધી મોટા વાહનો પર પ્રતિબંધ રહેશે.
દાહોદ અને ઝાલોદ તરફથી આવતા મતગણતરી સ્ટાફના વાહનો નવજીવન આટર્સ એન્ડ કોમર્સ કોલેજના કમ્પાઉન્ડમાં ફોર વ્હિલર વાહનો પાર્કિંગ કરી શકાશે
દાહોદ અને ઝાલોદ તરફથી આવતા મત ગણતરી સ્ટાફના વાહનો પોલિટેકનિક કોલેજના કમ્પાઉન્ડમાં માત્ર ટુ-વ્હીલર વાહનો પાર્કિંગ કરી શકાશે
એમ્બ્યુલન્સ તથા અગ્નિશામક વાહનો નો વ્હીકલ ઝોનમાંથી પસાર થઈ શકશે
ચૂંટણી અધિકારી શ્રી અને મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીના વાહનો મત ગણતરી સ્થળના કમ્પાઉન્ડમાં પાર્કિંગ કરી શકાશે
ઉમેદવારો, ચૂંટણી એજન્ટ તથા મતગણતરી એજન્ટના વાહન માર્ગ અને મકાન વિભાગ રાજ્યની કચેરી પાસે આવેલા રેલવેના ખુલ્લા પ્લોટ ની અંદર પાર્કિંગ કરી શકાશે.