દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના નવાનગર ગામે કેટલાંક લોકોને માર મારી ઈજાઓ પહોંચાડી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ.તા.૦૯
ધાનપુર તાલુકાના નવા નગર ગામના ડોબણ ફળીયામાં પોતાના ઘરે બેઠેલા લોકોને કોઈ કારણોસર લાકડીનો મારમારી હાથ ભાંગી નાંખી ગંભીર ઈજાઓ કર્યાનું તથા જાનથી મારી નાંખવાની ધાકધમકીઓ આપ્યાનું જાણવા મળ્યું છે.
નવા નગર ગામમાં ડોબણ ફળિયામાં રહેતા ગલુભાઈ ધુળાભાઈ ભુરીયા તથા અન્ય ઈસમો તેમના ઘરે બેઠા હતા તે વખતે તેમના જ ફળિયામાં રહેતા ગોરધનભાઈ ખાતીયાભાઈ ભુરીયા તથા રમેશભાઈ ખીમલાભાઈ ભુરીયા હાથમાં લાકડીઓ લઈ ગાળો બોલતા બોલતા આવી તમો અહીંયા ભેગા મળીને કેમ બેઠા છો ? આજે તો તમોને છોડવાના નથી તેમ કહી ધુળાભાઈ મગનભાઈ ભુરીયાને શરીરે તેમજ ડાબા હાથ પર લાકડીના ફટકા મારી ડાબા હાથે ફ્રેક્ચર કરી તેમજ શરીરે નાની મોટી ઈજાઓ કરી તથા જાનથી મારી નાંખળાની ધાકધમકીઓ આપી હતી. આ સંબંધે નવાનગર ગામના ડોબણ ફળિયામાં રહેતા ગલુભાઈ ધુળાભાઈ ભુરીયાએ નોંધાવેલ ફરિયાદને આધારે નવાનગર ગામના ડોબણ ફળિયામાં રહેતા ગોરધનભાઈ ખાતીયાભાઈ ભુરીયા તથા રમેશભાઈ ખીમલાભાઈ ભુરીયા ધાનપુર પોલિસે ઈપિકો કલમ ૩૨૩, ૩૨૫, ૩૨૪, ૩૨૫, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જીપીએક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.