દાહોદ તાલુકાના ચંદવાણા ગામે સામાન્ય બાબતે મહિલા સહિત બેને ફટકારવામાં આવ્યાં
રિપોર્ટર : ગગન સોની
દાહોદ.તા.૦૯
દાહોદ તાલુકાના ચંદવાણા ગામે ગામતળ ફળીયામાં નજીવા કારણોસર થયેલ ઝગડામાં લાકડીનો મારમારી એક મહિલા સહિત બે જણાને ગંભીર ઈજાઓ થયાનું તથા જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાનું જાણવા મળ્યું છે.
ચંદવાણા ગામના ગામતળ ફળિયામાં રહેતા કુશળસિંહ ખુમાનસિંહ શેર, રમીલાબેન કુશળસિંહ ખુમાન સિંહ શેર તથા લવીન્દ્ર ઉર્ફે બોડાભાઈ કમણસિંહ શેર એમ ત્રણે જણા ગતરોજ બપોરે સવા ત્રણ વાગ્યાના સુમારે તેમના ગામના બાબુભાઈ ઉર્ફે ગણપતસિંહની દુાન પર આવી તું કેમ ડોફાઈ કરે છે તું ગામનો દાદા છે તેમ કહી બાબુભાઈને બેફામ ગાળો બોલી કુશળસિંહ ખુમાનસિંહ શેરે તેના હાથમાંની લાકડી બાબુભાઈને શરીરે, હાથે પગે તેમજ છાતી તથા માથાના ભાગે મારી ઈજા કરી હતી તે વખતે શાંતાબેન દોડી આવ્યા હતા અને બાબુભાઈને છોડાવવા માટે વચ્ચે પડતાં રમીલાબેન કુશળસિંહ શેરે શાંતાબેનને શરીરે ગડદાપાટુનો મારમારી તેમજ હાથમાં પથ્થર પકડી બાબુભાઈને કપાળના ભાગે મારી તથા શાંતાબેનને માથાના ભાગે મારી લોહીલુહાણ કરી તેમજ બાબુભાઈને ડાબા પગે ફ્રેક્ચર કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી તથા જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. આ સંબંધે ચંદવાણા ગામના ગામતળ ફળિયામાં રહેતા ગંભીર ઈજાગ્રસ્ત બાબુભાઈના દીકરા
નરેન્દ્રસિંહ બાબુભાઈ ઉર્ફે ગણપતસિંહ બામણે નોંધાવેલ ફરિયાદને આધારે કતવારા પોલિસે ઈપીકો કલમ ૩૨૩, ૩૨૪, ૩૨૫, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા બીપી એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.