ખેડા જિલ્લાની ૬ બેઠક પર ચૂંટણીમાં ૧૮ હજાર થી વધુ ( NOTA ) નો ઉપયોગ કર્યો
નરેશ ગણવાણી – બ્યુરોચિફ નડિયાદ
ખેડા જિલ્લાની ૬ બેઠક પર ચૂંટણીમાં ૧૮ હજાર થી વધુ(NOTA )નો ઉપયોગ કર્યો
ખેડા જિલ્લાની ૬ બેઠકો પર પણ ૪૪ જેટલા ઉમેદવારોએ પોતાના નસીબ અજમાવ્યાં હતા. ખેડાની તમામ બેઠક ભાજપના ફાળે ગઈ છે. આ તમામ વચ્ચે ૧૮ હજારથી વધુ મતદારોએ નોટા (NOTA)નો ઉપયોગ કર્યો છે. જે ગત ટર્મની સરખામણીમાં આ આંક ઓછો છે. ગત ચૂંટણીમાં ૧૯ હજારથી વધુ મતદારોએ નોટાનો ઉપયોગ કર્યો જિલ્લાની ૬ વિધાનસભા બેઠક પર ભાજપનું ફેક્ટર કામ કરી ગયું છે. માતર, નડિયાદ, મહેમદાવાદ, મહુધા, ઠાસરા અને
કપડવંજની બેઠક પર ભાજપના ઉમેદવારો જીત્યા છે. (NOTA)નો ૧૮ હજાર ૩૮૫ મતદારોએ મતદાન કર્યું છે. આ સાથે રદ થયેલા મતોની વિગત જોઈએ તો, કુલ ૧ હજાર ૬૬ મતો રદ થયા છે. જેમાં માતર બેઠક પર ૧૦૫, નડિયાદ બેઠક પર ૧૪૩, મહેમદાવાદ બેઠક પર ૨૧૨, મહુધા બેઠક પર ૮૭, ઠાસરા
બેઠક પર ૩૦૦ અને કપડવંજ બેઠક પર ૨૧૯ મતો રદ થયા છે. આમ સૌથી વધુ કપડવંજ બેઠક પરથી અને સૌથી ઓછા મહુધા બેઠક પર જોવા મળ્યા છે.
આ વચ્ચે ગત ટર્મ કરતાં ચાલુ વર્ષે ૩.૭૧ ટકા મતદાન ઘટ્યું એ ચિંતાનો વિષય બન્યો છે.