ઝાલોદ તાલુકાના મલવાસી ગામનો બનાવ : ગોૈમાંસની મિજબાનીના પ્લાનને પોલીસે નિષ્ફળ બનાવ્યો : ગોૈમાંસ અને બાઈક કબ્જે લીધી

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૦


ગોૈમાંસની મિજબાની માણવા ઝાલોદ તાલુકાના મલવાસી ગામના સાતથી આઠ જેટલા ઈસમો મલવાસી ગામના નાની સિંચાઈ તળાવના પાદરમા સુની અને વેરાન જગ્યાએ એક ગાય લાવી કોઈ હથિયાર વડે કતલ કરી તેના અંગનો વિચ્છેદ કરી તેનું માસ એકત્ર કરતા હતા. તે વેળાએ ચાકલીયા પોલીસે ઓચિંતી ત્રાટકતા ત્યાં હાજર તમામ ઈસમો નાસી જતા પોલીસ સ્થળ પરથી ગોૈમાંસની સાથે સાથે એક મોટર સાયકલ ઝડપી પાડી કબ્જે લીધાનું જાણવા મળ્યું છે.

મલવાસી ગામના રોહીતભાઈ વાલુભાઈ ડાંગી, દેવસીંગભાઈ વાલાભાઈ ડાંગી તથા હુમજીભાઈ ડામોર તેમજ અન્ય ચારથી પાંચ ઈસમો ગોૈમાંસની મિજબાની માણવા મલવાસી ગામના નાની સિંચાઈ તળાવના પાદરામાં સુની અને વેરાન જગ્યાએ ગત તા.૭.૧ર.ર૦રરના રોજ રાત્રીના પોૈણા બાર વાગ્યાના સુમારે ભેગા મળી ગાય લાવી તેની કતલ કરતા હોવાની મળેલ બાતમીના આધારે ચાકલીયા પોલીસ ત્રાટકતા ત્યાં ભેગા થયેલ આઠે જણા નાસી ગયા હતા જ્યારે પોલીસે સ્થળ પરથી એક મોટર સાયકલ અને ગોૈમાંસ તેમજ ગોૈવંશ કતલ કરવાના હથીયાર કબ્જે લીધાનુ જાણવા મળ્યું છે.
આ સંબંધે ચાકલીયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જી બી ભરવાડે નોંધાવેલ ફરીયાદને આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!