દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામે બે કરિયાણીની દુકાનમાં તસ્કરોએ હાથફેરો કરી રૂા.૨.૭૬ લાખની ચોરી કરી

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૧

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામે બે કરિયાણની દુકાનમાં અજાણ્યા તસ્કરોએ પોતાનો કસબ અજમાવી બંન્ને કરિયાણાની દુકાનોમાં તસ્કરોએ કરિયાણાનો સરસામાન સહિત રોકડા રૂપીયા મળી કુલ રૂા. ૨,૭૬,૭૦૦ની મત્તાની ચોરી કરી અજાણ્યા ચોર ઈસમો નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે. ગત તા.૦૩ ડિસેમ્બરના રોજ સુખસર નગરમાં આવેલ નગીનભાઈ દિપચંદભાઈ કલાલ અને હિરાલાલ મોતીલાલ કલાલની બે બંધ કરિયાણાની દુકાનમાં રાત્રીના કોઈપણ સમયે બંન્ને દુકાનોને નિશાન બનાવી દુકાનોના તાળા તોડી તસ્કરોએ દુકાનમાં પ્રવેશ કર્યાે હતો. નગીનભાઈની દુકાનમાંથી રૂા. ૨,૫૫,૨૦૦નો કરિયાણાનો સરસામાન, રોકડા રૂપીયા ૧,૦૦૦ મળી રૂા. ૨,૫૬,૨૦૦ તથા હિરાલાલની કરિયાણાની દુકાનમાંથી રૂા. ૧૩,૭૦૦નો કરિયાણાનો સરસામાન તેમજ રોકડા રૂપીયા ૬,૮૦૦ મળી કુલ રૂા. ૨૦,૫૦૦ મળી બંન્ને કરિયાણાની દુકાનોમાંથી કુલ રૂા. ૨,૭૬,૭૦૦ની મત્તાની ચોરી કરી તસ્કરો નાસી જતાં આ સંબંધે સુખસર નગરમાં સંતરામપુર હાઈવે રોડ પર રહેતાં નગીનભાઈ દિપચંદભાઈ કલાલે સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: