દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા ગામે દાવાના પેટે મામલે મધ્યપ્રદેશના ત્રણ ઈસમોએ એકનું અપહરણ કર્યુ
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૧
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા ગામે દાવા પેટે આપેલ નાણાંની લેવડ દેવડ મામલે મધ્યપ્રદેશના ત્રણ ઈસમોએ છોટા હાથી લોડીંગ ટેમ્પામાં એકનું અપહરણ કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે. ગત તા. ૦૯મી ડિસેમ્બરના રોજ મધ્યપ્રદેશના કાળીયા પીટોલ ગામે રહેતાં નરેશભાઈ જાેગડાભાઈ મેડા તથા તેમની સાથેના અન્ય બે જેટલા ઈસમો દાહોદ જિલ્લામાં આવ્યાં હતાં અને ગરબાડા તાલુકાના બાંવકા ગામે નાનીનાડ ફળિયામાં રહેતાં નરેશભાઈ હિરકાભાઈ અમલીયાર પાસે આવ્યાં હતાં અને અમારે કતવારા ગામેથી અભલોડ ગામે જનરેટર મશીન લાવવાનું છે, તેમ કહી રૂા. ૬૦૦માં ભાડુ નક્કી કરી નરેશભાઈને તેમના છોટા હાથી લોડીંગ ટેમ્પાની સાથે લઈ જેસાવાડા મુકામેથી નરેશભાઈનું ઉપરોક્ત ત્રણેય ઈસમોએ અપહરણ કરી લઈ નાસી ગયાં હતાં અને નરેશભાઈના ભાઈ કાળુભાઈને કહેલ કે, અમારા દાવા પેટે આપેલ રૂા. ૨,૧૦,૦૦૦ આપી જાઓ અને તમારા ભાઈને છોડાવી લઈ જાઓ, તેમ કહી એકબીજાની મદદગારી કરી નરેશભાઈનું અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે કાળુભાઈ હિરકાભાઈ અમલીયારે જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.