ફતેપુરા તાલુકાના સુખસરમાં કરિયાણાની બે દુકાનોમાં ₹2,76,700 ની થયેલ ચોરીની સાત દિવસ બાદ ફરિયાદ નોંધાઇ.
રિપોટર – શબ્બીર ભાઈ સુનેલવાલા ફતેપુરા
ફતેપુરા તાલુકાના સુખસરમાં કરિયાણાની બે દુકાનોમાં ₹2,76,700 ની થયેલ ચોરીની સાત દિવસ બાદ ફરિયાદ નોંધાઇ.
સુખસરની બે દુકાનોમાં તસ્કરી કરનાર ત્રણ તસ્કરો સી.સી.ટી.વી કેમેરામાં ચોખ્ખી રીતે કેદ:તસ્કરો સુધી પહોંચવા પોલીસ માટે પડકાર નથી.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર બસ સ્ટેશન વિસ્તાર ના નાનીઢઢેલી રોડ ઉપર આવેલ કરિયાણાની બે દુકાનોમાં 3 ડિસેમ્બર- 2022 ના રોજ કોઈ જાણ ભેદુ તસ્કરોએ એક દુકાનના ત્રીજા માળે હવા ઉજાસ માટે રાખેલ લોખંડની જાળી કાપી તથા બીજી દુકાનના ત્રીજા માળના કેબિનના લોખંડના દરવાજાને વાળી દઈ તસ્કર લોકો આ બંને દુકાનોમાં પ્રવેશ્યા હતા.તેમાં નગીનભાઈ દિપચંદભાઈ કલાલની કરિયાણાની દુકાનમાં ધાબા ઉપર હવા ઉજાસ માટે રાખેલ લોખંડ ની જાળીના સળિયા કાપી ચોર લોકોએ દુકાનમાં પ્રવેશ કરી કરિયાણાનો સરસ સામાન જેની કિંમત રૂપિયા 2,55,200 તથા રોકડ રૂપિયા 1000 મળી કુલ કિંમત રૂપિયા 2,56,200 ની ચોર લોકોએ ચોરી કરેલ.અને આ ચોરી કરવામાં સંડોવાયેલ ત્રણ ચોર લોકો ચોખ્ખી રીતે દુકાનમાં રાખેલા સી.સી.ટી.વી કેમેરામાં કેદ થયેલા છે.
જ્યારે બાજુમાં આવેલ હીરાલાલ મોતીલાલ કલાલની દુકાનના ત્રીજા માળના કેબિનનો લોખંડનો દરવાજો વાળી ચોર લોકો એ દુકાનમાં પ્રવેશ કરી હરિયાણાનો સરસામાન કિંમત રૂપિયા 13,700 તથા રોકડ રૂપિયા 6,800 મળી કુલ કિંમત રૂપિયા 20,500 મળી આ બંને દુકાનો માંથી ચોર લોકોએ રૂપિયા 2,76,700 ની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.આ બંને જગ્યાએ થયેલ ચોરીની 4 ડિસેમ્બર – 2022 ના રોજ સવારના સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. આ થયેલ ચોરી ની સુખસર પોલીસ દ્વારા તાત્કાલિક કોઈ તપાસ કરવામાં આવી નથી કે ડોગ સ્કોડ તેમજ ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતની મદદ પણ લેવામાં આવેલ નથી.પરંતુ આ બંને જગ્યાએ ચોરી કરનાર તસ્કરો બંને દુકાનોમાં રાખવામાં આવેલ સી.સી.ટી.વી કેમેરામાં સ્પષ્ટ રીત





