બોરસદની બે મુખ્ય ચોકડી પર દબાણો ન હટાવાતાં વારંવાર થતો ટ્રાફિક જામ

નરેશ ગનવાણી બ્યૂરોચીફ – નડિયાદ

બોરસદની બે મુખ્ય ચોકડી પર દબાણો ન હટાવાતાં વારંવાર થતો ટ્રાફિક જામ

આણંદ શહેરને ધોરીમાર્ગ સાથે જોડતી આણંદ અને વાસદ ચોકડી વિસ્તારમાં દબાણોને લઇ ટ્રાફિક જામ અને અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે ત્યારે તંત્ર દ્વારા આ દબાણો હટાવવામાં કોઈ જ રસ રાખવામાં આવ્યો નથી . બોરસદની આણંદ ચોકડીની વાત કરવામાં આવે તો તારાપુર-આણંદ અને વાસદ તરફ જવાના માર્ગ પર રસ્તા પર જ પિયાગો અને સીએનજી રીક્ષાઓ આડેધડ મુકવામાં આવતી હોય છે જેને લઇ માર્ગ સાંકળો થઇ જતો હોય છે અને માર્ગ પરથી પસાર થતા અન્ય વાહનચાલકોને વાહનોને લઇ જવામાં તકલીફનો સામનો કરવો પડતો હોય છે રીક્ષાચાલકો રીક્ષાઓને રસ્તા પર મૂકી ટ્રાફિકને અડચડ કરતા હોય છે ત્યારે જો કોઈ વાહનચાલક રીક્ષાને બાજુ પર લેવાનું કહે તો રીક્ષાચાલકો દાદાગીરી પર ઉતરી આવતા હોય છે રીક્ષાઓ રસ્તા પર રહેતી હોઈ અહીંયા ટ્રાફિકજામની સમસ્યા કાયમ સર્જાતી હોય છે જેને લઇ અકસ્માતો પણ સર્જાતા હોય છે. તેમજ ચોકડી પાસેના રાહદારીઓને ચાલવા માટે ફૂટપાથ બનાવેલ છે.
તેની પર પણ દુકાનો અને લારીઓ ગોઠવી ફૂટપાથ પર કબ્જો જમાવી દેવામાં આવ્યો છે જેને લઇ હાઇવે ઉપર રાહદારીઓને રસ્તા ઉપર થઇ પસાર થવું
પડે છે જેમાં અનેકવાર વાહનો રાહદારીઓને અડફેટે લેતા હોવાના બનાવો પણ બને છે વાસદ ચોકડી વિસ્તારમાં અનેકવાર અકસ્માતોમાં નિર્દોષ
વ્યક્તિઓના મોત થયા છે ત્યારે શહેરની બન્ને ચોકડી ઉપરના દબાણો દર કરી આડેધડ રીક્ષાઓ મૂકી દેનાર રિક્ષાચાલકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: