ઝાલોદ તાલુકાના થાળા ગામે ચોરીનો પ્રયાસ કરતાં ત્રણ પૈકી એકને ઝડપી પાડાયો

દાહોદ તા.૩
ઝાલોદ તાલુકાના થાળા ગામે રાત્રીના સમયે મીઠી નિંદર માણી રહેલા એક વ્યÂક્તના હાથમાંથી ત્રણ જેટલા ઈસમોએ ચાંદીના ભોરીયાની ચોરી કરવાની કોશિષ કરતાં વ્યÂક્ત જાગી ગયો હતો અને બુમાબુમ કરી મુકતા ઘરના સદસ્યોએ ચોરોનો પીછો કરતાં ત્રણ પૈકી એકને લોકોએ ઝડપી પાડ્યો હતો.
ઝાલોદ તાલુકાના થાળા સડક ફળિયામાં રહેતા કમલેશભાઈ મોતીભાઈ ડામોર તથા તેમનો પરિવાર ગત તા.૦૨.૧૧.૨૦૧૯ના રોજ રાત્રીના સમયે જમી પરવારી પોતાના ઘરમાં મીઠી નિંદર માણી રહ્યા હતા તે સમયે રાત્રીના ૦૨.૩૦ કલાકે દીપાભાઈ દલજીભાઈ માવી (રહે.જાદાખેરીયા, તા.લીમખેડા,જી.દાહોદ), આપસીંગભાઈ કલજીભાઈ માવી (રહે. જાદાખેરીયા, તા.લીમખેડા,જી.દાહોદ) અને કિશનભાઈ મનુભાઈ પરમાર (રહે.થાળા,તા.ઝાલોદ,જી.દાહોદ) નાઓ કમલેશભાઈના ઘરે ચોરીના ઈરાદે આવ્યા હતા જ્યા કમલેશભાઈ સુતા હતા તે સમયે તેઓ હાથમાં પહેરેલ ચાંદીના ભોરીયા કાઢી લઈ ચોરી કરવાનો પ્રયાસ કરતાં કમલેશભાઈ મોતીભાઈ ડામોર જાગી ગયા હતા અને બુમાબુમ કરી મુકતા પરિવારજનો સહિત આજબાજુના લોકો પણ જાગી જતાં ઉપરોક્ત ત્રણેય ચોરોનો પીછો કર્યાે હતો. ચોરો ભાગતા ભાગતા પથ્થર મારો કરતાં બચુભાઈ ધુળાભાઈ નીસરતાને પગના ભાગે ઈજાઓ પહોંચી હતી જ્યારે ત્રણેય ચોરોનો પીછો કરતાં ઉપરોક્ત ત્રણ પૈકી દીપાભાઈ દલજીભાઈ માવી સ્થાનીકોના હાથે પકડાઈ ગયો હતો.
આ સંબંધે કમલેશભાઈ મોતીભાઈ ડામોરે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!