ધાનપુર તાલુકાના ધનાર પાટીયા ગામે બપોરના સમયે ભાભોર ફળિયામાં પોતાના ઘરમાં કામ કરી રહેલી ૨૮ વર્ષીય પરણીતાને તેના જ ફળિયામાં રહેતા લંપટ યુવકે આવી પાછળથી પકડી અંદરના રૂમમાં ખેંચી લઈ જઈ બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરતાં તે જ વખતે પરણીત મહિલાનો પતિ આવી જતાં લંપટ યુવાન મહિલાને તેમજ તેના પતિને ધક્કો મારી નાસી ગયાનું જાણવા મળ્યું છે.

ધાનપુર તાલુકાના ધનાર પાટીયા ગામે ભાભોર ફળિયામાં રહેતી ૨૮ વર્ષીય પરણીત મહિલા ગત તા. ૯-૧૨-૨૦૨૨ના રોજ બપોરના એક વાગ્યાના સુમારે તેના જ ફળિયામાં રહેતો તેના જ કુટુંબનો વિનોદ ભાઈ કનુભાઈ ભાભોર નામનો કામાંધ યુવક પાછળથી આવી ઘરકામ કરી રહેલી મહિલાને પકડી અંદરના રૂમમાં ખેંચીને લઈ ગયો હતો અને તે રૂમમાં ઢાળેલા પલગમાં પાડી દઈ તે મહિલાને બેફામ ગાળો આપી તથા જાનથી મારી નાંખવાની ધાકધમકીઓ આપી તે મહિલાની મરજી વિરૂધ્ધ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો તે જ વખતે તે મહિલાનો પતિ ઘરે આવી જતાં વિનોદભાઈ કનુભાઈ ભાભોર તે મહિલા તથા તેના પતિને ધક્કો મારી નાસી ગયો હતો.
આ સંબંધે બળાત્કારનો ભોગ બનેલ પીડીતાએ ધાનપુર પોલિસ મથકે તેના જ ગામના અને કુટુંબના વિનોદભાઈ કનુભાઈ ભાભોર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલિસે આ મામલે ઈપિકો કલમ ૩૭૬, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.