૨૦૨૧માં આખી સરકાર બદલાઇ ત્યારે પડતા મુકાયેલા બચુભાઇ ખાબડને રાજ્ય કક્ષામાં સ્થાન મળ્યું
૨૦૨૧માં આખી સરકાર બદલાઇ ત્યારે પડતા મુકાયેલા બચુભાઇ ખાબડને રાજ્ય કક્ષામાં સ્થાન મળ્યું
દાહોદ તા.૧ર
રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ આજે મુખ્યંત્રી મંત્રીમંડળનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં દેવગઢ બારીયાના ધારાસભ્ય બચુ ખાબડનો રાજ્ય કક્ષામાં સમાવેશ થયો છે. બચુભાઇ ખાબડ ઓબીસી નેતા છે. જેમણે આમ આદમી પાર્ટીના ભરત વાખલાને ૪૪ હજાર મતોથી હરાવ્યા હતા. બચુભાઇ ખાબડ આ પહેલા ૨૦૦૨, ૨૦૧૨ અને ૨૦૧૭માં પણ દેવગઢ બારીઆ બેઠક પરથી ચૂંટાઈ ચુક્યા અને આનંદીબેન પટેલ અને રુપાણી સરકારમા પણ રાજ્ય મંત્રી રહી ચૂક્યા છે. જોકે, ૨૦૨૧માં આખી સરકાર બદલાઇ ત્યારે તેઓને પડતા મુકવામા આવ્યા હતા. હવે ફરીથી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમા તેમને મંત્રીમંડળમાં સ્થાન મળ્યુ છે.બચુ ખાબડની સરપંચથી લઇને રાજ્યકક્ષાના મંત્રી સુધીની સફર
દેવગઢ બારીયા બેઠક પરથી ૪૪ હજાર મતોથી જિતેલા બચુભાઈ મગનભાઈ ખાબડ મુળ દાહોદ જિલ્લાના ઘાનપુર તાલુકાના પીપેરો ગામના વતની છે. જેમણે ઓલ્ડ એસ.એસ.સી સુધી અભ્યાસ કર્યો છે. જે ખેતી, સામાજીક સેવા અને શૈક્ષણિક ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે. બચુ ખાબની પીપેરો ગામના સરપંચથી લઇને રાજ્યકક્ષાના મંત્રી સુધીની રાજકીય સફર પર નજર કરીએ તો તેઓ ૧૫ વર્ષ સુધી તેમના ગામ પીપેરોના સરપંચ રહ્યા હતા. ત્યારબાદ લીમખેડા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન બન્યા હતા. જે બાદ ઘાનપુર તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ તરીકે કામગીરી કરી હતી. ૬ વર્ષ સુધી દાહોદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટી પ્રમુખ રહ્યા હતા. પ્રમુખ તરીકેની કામગીરી દરમિયાન દાહોદ જિલ્લાની ૬ માંથી ૬ વિધાનસભાની બેઠકો જીતાડવામાં મહત્વની ભુમિકા ભજવી હતી. ૨૦૨૧માં બચુ ખાબડને પડતા મુકાયા હતા
૨૦૦૨થી ૨૦૦૭ સુધી દેવગઢ બારીયાના ધારાસભ્ય રહ્યા હતા. ૨૦૦૭થી ૨૦૧૨ સુધી ૫ક્ષના દરેક કાર્યક્રમો, સંગઠનના હોદ્દાઓ ૫ર સક્રિય ભુમિકા ભજવી સબળ નેતૃત્વ પુરૂ પાડ્યું હતું. ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીમાં હરીફ ઉમેદવારને ૮૩ હજાર ૭૫૩ મતોથી માત આપી ગુજરાતમાં બીજા નંબરની લીડ પ્રાપ્ત કરી હતી અને આંનદીબેન પટેલની સરકારમાં રાજ્ય સરકારના મંત્રી તરીકે રહ્યા હતા. ત્યારબાદ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમા હરીફ ઉમેદવારને ૪૫ હજાર ૬૯૪ મતોથી માત આપી હતી અને વિજયભાઇ રૂપાણીની સરકારમાં રાજય કક્ષાના મંત્રી તરીકે ૨૦૨૧ સુધી રહ્યા હતા. જોકે, ૨૦૨૧માં જ્યારે સરકાર બદલાઇ ત્યારે તેમને પડતા મુકાયા હતા. જોકે, હવે ફરીથી તેમને મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે. દેવગઢ બારીયા વિધાનસભા મત વિસ્તાર બક્ષીપંચ આધારીત છે. મોટા ભાગની (૮૦ ટકા) વસ્તી બક્ષીપંચ-કોળી સમાજની હોવાથી બચુ ખાબડ સમાજ ઉ૫ર પ્રભુત્વ ધરાવે છે.