આદીવાસી વિસ્તારમાં ચાલતી બિરસા ક્રેડીટ સોસાયટીના સભાસદો આવ્યા વિધવા અને દિવ્યાંગ મહિલાના ઘરની મદદમાં.

પંકજ પંડિત ઝાલોદ

બીરસા ક્રેડિટ સોસાયટીનો વિક્રમ ડામોરે માન્યો આભાર

કદવાલના ગામના મોટા ફળિયામાં રહેતા વિધવા અને દિવ્યાંગ મહિલા ઇન્દિરાબેન દિનેશભાઈ ડામોર છેલ્લા ઘણા સમયથી નાની એવી ઝૂંપડીમાં પોતાનું જીવન ગુજારતા હતા.પતિનું મરણ થયાં પછી પોતાનું ગુજરાંત ચલાવવું થોડું અઘરું બન્યું હતું, ત્યારે સામાજીક કાર્યકર્તા વિક્રમ ડામોરે આ વાતની જાણ તેમના મિત્ર મનસુખભાઇ ભીલ અને સચિન ભીલ ને જણાવતા આ ત્રણે મિત્રોએ મળીને આ મુહિમ ઉપાડી હતી.
આ ઘર સોશીયલ મિડીયા ના માધ્યમથી અને ગામ લોકોના સહયોગ થી બની રહ્યું છે ત્યારે આ મહિલાની મદદ માટે બિરસા ક્રેડીટ સોાયટીના સભાસદો પણ તેમના મિત્રો સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને બેન ના ઘરના કામકાજ માટે પતરા અને દરવાજાની મદદ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!