સેવાલિયા નજીક અમદાવાદ-ઈન્દોર હાઈવેપર ખાનગી બસમાંથી પિસ્ટલ સાથે એક ઇસમ ઝડપાયો
નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ.
નડિયાદ:
ગળતેશ્વર તાલુકાના સેવાલીયા પોલીસ સ્ટેશનની જુની ચેક પોસ્ટ ઉપરથી વાહન ચેકીંગ દરમ્યાન ખાનગી બસમાં મુસાફરી કરી રહેલા મુસાફર પાસેથી દેશી પિસ્ટલ તથા ૬ જીવતા કારતુસ મળી આવતા સેવાલીયા પોલીસે આર્મ્સ એક્ટનો ગુનો નોંધી વધુ તપાસ અર્થે રીમાન્ડ ૫૨ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ અગે મળતી માહિતી મુજબ સેવાલીયા પોલીસ વાહન ચેકિંગ દરમ્યાન ઇન્દોરથી અમદાવાદ તરફ જતી ઉર્વશી ટ્રાવેલ્સની લકઝરી બસ ને અટકાવી હતી. જેમા એક
મુસાફર પોલીસને જોઈને ગભરાઈ જતા પોલીસને તેના પર શંકા ગઈ હતી જેથી તેને નીચે ઉતારીને તપાસ કરતા તેની પાસેથી એક દેશી બનાવટની પીસ્ટલ તેમજ છ જીવતા કારતુસો અને એક મેગ્ઝીન મળી આવ્યું હતુ. જે રાખવા બાબતે તેની પાસે લાયસન્સની માંગણી કરતા તેની પાસે નહીં હોવાનું જણાવ્યું હતુ. પોલીસે પુછતાછ કરતાં તેણે આકાશ લક્ષ્મણરાવ મુંડે રહે.નાથનગર (બિહાર) હોવાનું જણાવ્યું હતું.પોલીસ કુલ ૧૧૭૫૦નો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.


