ચરોતર પંથકમાં કમોસમી માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી
નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ
નડિયાદ
રાજ્યમાં હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. જેના પગલે કેટલાક પંથકમાં હળવો વરસાદ વરસ્યો હતો. ત્યારે આણંદમાં મંગળવારની મોડી સાંજથી બુધવારના સવારમાં વાદળછાયું વાતાવરણ છવાઇ ગયું હતું. બુધવારના સવારે કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું. આ અંગે હવામાન વિભાગના જણાવ્યાનુંસાર, વેસ્ટર્ન ડીસ્ટબર્ન થતા દક્ષિણ ગુજરાતમાં પ્રેસર વધ્યું અને તેની અસર ચરોતર ઉપર જોવા મળી હતી. જેના કારણે વાતાવરણમા અચાનક પલટો આવ્યો હતો.
આ ઉપરાંત હજું ત્રણ ચાર દિવસ જિલ્લામાં વરસાદી વાતાવરણ રહેવાની શક્યતા છે.
આણંદ જિલ્લામાં સવારના સમયમાં વરસાદ પડતા લોકોનું જનજીવન ખોરવાય ગયું હતું. તેમજ ખેડૂત પરિવારોમાં ચિંતાનો માહોલ વ્યાપ્યો છે. કમોસમી વરસાદથી ખેતી પાકમાં નુકસાન થવાની ભીતિ જોવા મળી રહી
છે.
કમોસમી માવઠાને પગલે ધઉં,તમાકુ અને બટાકાના પાકને સામાન્ય નુકશાન થવાની ભીતી વર્તાઇ રહી છે. અગામી ત્રણ દિવસ દરમ્યાન વાદળછાયા વાતાવરણ વચ્ચે બાફ વધુ રહેશે. જેને કારણે બટાકાની ખેતીને ભારે નુકશાન થવાની ભીતી વર્તાઇ રહી છે.