દાહોદ કસ્બા વિસ્તારમાંથી ૨૪ ડેન્ગ્યુના કેસ સામે આવતાં આરોગ્ય તંત્ર દોડતુ થયું
દાહોદ તા.૦૩
કમોસમી વરસાદને પગલે દાહોદ શહેર સહિત જિલ્લાની પ્રજા પરેશાન થઈ રહી છે ત્યારે જેના કારણે રોગાચાળાનો ભય પણ સતાવી રહ્યો છે. હાલ દાહોદ જિલ્લામાં મચ્છરોનો ઉપદ્રવ દિનપ્રતિ વધવા માંડ્યો છે અને જેને પગલે ડેન્ગ્યુ, મલેરીયા જેવા જીવલેણ રોગોનો પગપેસારો થઈ રહ્યો છે. દાહોદ કસ્બા વિસ્તારમાંથી જ ડેન્ગ્યુના ૨૪ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતુ થઈ ગયુ છે અને વિસ્તારમાં ફોગીંગ વિગેરેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
હાલ કમોસમી વરસાદને પગલે ખેડુતો ચિંતામાં છે. પ્રજામાં પણ હેરાન પરેશાન છે ત્યારે તેવા સમયે હાલ તો શિયાળીની ઋતુ બેસી જવી જાઈએ ત્યારે દિવાળી ગયા બાદ પણ વરસાદી માહૌલ સર્જાતા દાહોદ જિલ્લામાં રોગચાળાએ જાણે રીતસરનો પગપેસારો કરી દીધો હોય તેમ લાગી રહ્યુ છે. દાહોદ શહેરના કસ્બા વિસ્તારમાંથી જ ડેન્ગ્યુના ૨૪ કેસ સામે આવતાં દાહોદ જિલ્લા આરોગ્ય તંત્ર દોડતુ થયુ છે. આ વિસ્તારની સાથે સાથે દાહોદ શહેરના વિવિધ વિસ્તારોમાં ફોગીંગ સર્વેલન્સની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

