દાહોદ જિલ્લામાં મોટરસાઈકલ ચોર ટોળકી સક્રિય ઃ જિલ્લામાંથી ત્રણ સ્થળોએથી ત્રણ મોટરસાઈકલોની ચોરી

નીલ ડોડીયાર ગગન સોની

દાહોદ.તા.૧૪

દાહોદ જિલ્લામાં સક્રીય બનેલ બાઈક ચોર ટોળકીઓ પોતાનો કસબ અજમાવી પોતાના એક પછી એક કામને સફળતા પૂર્વક અંજામ આપી પોલિસ તંત્રની ઉંઘ હરામ કરી રહી છે ત્યારે સાથે સાથે ટુ વ્હીલ વાહન છારકોને રાત્રીના ઉજાગરા કરવા મજબુર કરી રહી છે તેવા સમયે દાહોદ જિલ્લામાં બાઈક ચોરીની ત્રણ જેટલી ફરિયાદો જે તે પોલિસ ચોપડે નોંધાયાનું જાણવા મળ્યું છે.

દાહોદ જિલ્લામાં બાઈક ચોરીના બનેલા ત્રણ બનાવો પૈકીનો એક બનાવ દાહોદ તાલુકાના મોટી ખરજ ગામના તળાવ ફળિયામાં ગત તા. ૪-૧૨-૨૦૨૨ના રોજ રાતના સમયે બનવા પામ્યો હતો જેમાં મોટી ખરજ ગામના તળાવ ફળિયામાં રહેતા કમલેશભાઈ રતનાભાઈ સંગાડીયાની તેના ઘરના આંગણામાં લોક મારી પાર્ક કરેલ રૂા. ૨૦,૦૦૦ની કિંમતની વર્ષ ૨૦૨૧ના મોડલની લાલ તથા કાળા કલરની જીજે-૨૦ એ.એસ-૮૪૪૪ નંબરની સીડી ડીલક્ષ મોટર સાયકલ કોઈ બાઈક ચોરો ચોરીને લઈ ગયો હતો. આ સંબંધે મોટી ખરજ ગામના તળાવ ફળિયાના કમલેસભાઈ રતનાભાઈ સંગાડીયાની ફરિયાદને આધારે દાહોદ તાલુકા પોલિસે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે. જિલ્લામાં બાઈક ચોરીનો બીજાે બનાવ જેસાવાડા પોલિસ મથક વિસ્તારમાં આવેલા ગરબાડા તાલુકાના માતવા ગામે રાતના સમયે બનવા પામ્યો હતો જેમાં માતવા ગામે હોળી ફળિયામાં રહેતા વિજયકુમાર રાજુભાઈ ભુરાભાઈ ની તેમના ઘર આગળ સ્ટેરીંગ લોક મારી પાર્ક કરેલ રૂા. ૨૦,૦૦૦ની કિંમતની જીજે૨૦ એ.ડી-૭૫૪૧ નંબરની મોટર સાયકલ બાઈક ચોર ચોરીને લઈ ગયા હતા. આ સંબંધે માતવા હોળી ફળિયામાં રહેતા વિજયકુમાર રાજુભાઈ ભુરાએ નોંધાવેલ ફરિયાદને આધારે જેસાવાડા પોલિસે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે જ્યારે બાઈક ચોરીનો ત્રીજાે બનાવ જેસાવાડા પોલિસે મથક વિસ્તારમાં આવેલ બાવકા ગામે પટેલ ફળિયામાં ગત તા. ૧૭- ૧૧-૨૦૨૨ના રોજ રાત્રીના સમયે બનવા પામ્યો હતો જેમાં બાવકા પટેલ ફળિયામાં રહેતા સુરેશભાઈ ધનાભાઈ પરમારની પોતાના ઘરના આંગણામાં લોક મારી પાર્ક કરેલ રૂા. ૨૦,૦૦૦ની કિંમતની જીજે-૨૦ એલ-૩૩૬૭ નંબરની મોટર સાયકલનું લોક તોડી બાઈક ચોર મોટર સાયકલ ચોરીને લઈ ગયા હતા. આ સંબંધે બાવકા ગામના પટેલ ફળિયામાં રહેતા સુરેશભાઈ ધનાભાઈ પરમારે નોંધાવેલી ફરિયાદને આધારે જેસવાડા પોલિસે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: