દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ઉમરીયા ગામે સોળ વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરતો યુવક

નીલ ડોડીયાર

દાહોદ.તા.૧૪

ધાનપુરના ઉમરીયા ગામના જંગલમાં ભેંસો ચરાવી રહેલી ઉમરીયા ગામની સવાસોળ વર્ષીય સગીરાનું સુરપુર ગામના યુવાને પોતાના મિત્રની મદદથી મોટર સાયકલ પર બળજબરીથી બેસાડી અપહરણ કરી અલગ અલગ જગ્યાએ લઈ જઈ તેણીની મરજી વિરૂધ્ધ અવાર નવાર દુષ્કર્મ આચર્યાનું જાણવા મળ્યું છે.

ધાનપુરના ઉમરીયા ગામના પટેલ ફળિયામાં રહેતી ૧૬ વર્ષ ૩ માસની ઉંમરની સગીરા ગત તા. ૧૨-૧૦- ૨૦૨૨ના રોજ બપોરના એક વાગ્યાના સુમારે પોતાના ગામની સીમમાં ભેંસો ચરાવતી હતી તે દરમ્યાન ધાનપુરના સુરપુર ગામના ફલોડ ફળીયાના લક્ષ્મણભાઈ રામસીંગભાઈ વહોનીયા તથા ધાનપુરના કાલીયાવાડા ગામના ખોબરા ફળિયાના દીલીપભાઈ નરસીંગભાઈ ભાભોર મોઢે રૂમાલ બાંધી મોટર સાયકલ પર ઉમરીયા ગામની સીમમાં આવ્યા હતા અને ભેંસો ચરાવવાની સગીરાને સુરપુરના લક્ષ્મણભાઈ વહોનીયાની પત્ની તરીકે રાખવા માટે બળજબરીથી મોટર સાયકલ પર બેસાડી અપહરણ કરી જુદી જુદી જગ્યાએ ગયા હતા અને તે સગીરાની મરજી વિરૂધ્ધ લક્ષ્મણભાઈ વહોનીયાએ અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. પીડીત સગીરા મોકો મળતાં જ આ નરાધમની ચુંલમાંથી ભાગીને પોતાના માવતર પાસે આવી પોતાની વિતક કરી સંભળાવી હતી જેથી અપહરણ અને બળાત્કારનો ભોગ બનેલી પીડીત સગીરાએ આ સંબંધે ધાનપુર પોલિસ સ્ટેશને ઉપરોક્ત કેફીયત ભરી ફરિયાદ નોંધાવતા પોલિસે આ સંદર્ભે સુરપુર ગામના લક્ષ્મણભાઈ રામસીંગભાઈ વહોનીયા તથા કાલીયાવાડ ગામના દીલીપભાઈ નરસીંગભાઈ ભાભોર વિરૂધ્ધ કીડનેપીંગ વીથ રેપનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: