દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએ સર્જાયેલ માર્ગ અકસ્માતના બે બનાવોમાં બેને ઈજા

દાહોદ તા.૦૪
દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએ વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલ માર્ગ અકસ્માતના બે બનાવોમાં બે વ્યÂક્તઓને ઈજાઓ થયાનું જાણવા મળે છે.
માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ દાહોદ શહેરના ઈન્દૌર હાઈવે રોડ Âસ્થત આર.ટી.ઓ.કચેરીની સામે બનવા પામ્યો હતો જેમાં ઝાલોદ તાલુકાના આગાવાડા ગામે લીમડી રોડ Âસ્થત રહેતા સુક્રમભાઈ બસુભાઈ ભાભોરે પોતાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી દાહોદ તાલુકાના વાંકીયાગામે નાહણી ફળિયામાં રહેતા વીરસીંગભાઈ મેસુભાઈ રાઠોડની મોટરસાઈકલને અડફેટમાં લઈ ટક્કર મારતાં વીરસીંગભાઈ જમીન પર પટકાયા હતા અને વીરસીંગભાઈને માથાના ભાગે તથા શરીરે ઓછી વત્તી ઈજાઓ થવા પામી હતી. આ સંબંધે ઈજાગ્રસ્ત વીરસીંગભાઈ રાઠોડના ભાઈ જાખલાભાઈ રાઠોડે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો બીજા બનાવ ઝાલોદ તાલુકાના થાળા ગામે બનવા પામ્યો હતો જેમાં ઝાલોદ તાલુકાના બીલવાણી ગામે માસ્તર ફળિયામાં રહેતા રાકેશભાઈ ભુપતસિંહ ભુરીયા રોડની સાઈડમાં ઉભા હતા તે સમયે એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી રાકેશભાઈને અડફેટમાં લઈ ટક્કર મારી નાસી જતાં રાકેશભાઈને શરીરે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. આ સંબંધે ઈજાગ્રસ્ત રાકેશભાઈની પÂત્ન સુમનબેન રાકેશભાઈ ભુરીયાએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: