ગરબાડા ગામ તળ માં આવેલ 35 વર્ષ જૂનો પાણીનો ટાંકો જર્જરીત થતા થતા અકસ્માતની ભીતિ
પ્રતિનિધિ ગરબાડા.
પાણીના ટાંકા પાસે જ રહેણાંક વિસ્તાર હોય મોટી હોનારત થવાની શક્યતાઓ
ગ્રામ પંચાયત દ્વારા પાણીના ટાંકા ને લઈને ઘટતી કાર્યવાહી કરવા માટે નાયબ કાર્યપાલક ઇજનેર પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડને લેખિત રજૂઆત કરવામાં આવી
ગરબાડા નગરમાં લોકોને પાણીની સુવિધા મળી રહે તે માટે ગ્રામ પંચાયત દ્વારા 35 વર્ષ પહેલા પાણીનો મોટો ટાંકો બનાવવામાં આવ્યો હતો જ્યાં આગળ આ પાણીનો ટાંકો છે ત્યાં રહેણાંક વિસ્તાર આવેલ છે તો બીજી તરફ ટાંકામાં ૧.૪૦૦૦૦ લીટર પાણી રહેવાની ક્ષમતા છે હાલમાં આ ટાકો જર્જરી થયો છે અને ગમે ત્યારે ટાંકા ને લઈને કોઈ મોટી હોનારત થવાની શક્યતાઓ જોવા મળતા ગ્રામ પંચાયત દ્વારા ટાંકાને લઈને ઘટતી કાર્યવાહી કરવા માટે નાયબ કાર્યપાલક ઇજનેર પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડને લેખિત રજૂઆત કરવામાં આવી છે જેથી કરી વહેલી તકે આ ટાકાનું મેન્ટેનન્સ થાય અથવા તો તેના સ્થાને નવીન ટાંકો બનાવાય તે બાબત જરૂરી બની છે આ બાબતે નળ આપવાની કામગીરી કરતા કર્મચારી સાથે વાત કરતા તેને જણાવ્યું હતું કે ટાંકો બન્યા બાદ આજ દિન સુધી તેની સફાઈ કરવામાં આવી નથી તેમ જ હાલમાં ટાંકાના પોપડા પણ કરી રહ્યા છે તેમ જણાવ્યું હતું